Sunday, October 11, 2026
HomeGujaratવાતાવરણમાં પલટો: ગુજરાતના અનેક વિસ્તારોમાં ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ, 15 ફેબ્રુઆરી...

વાતાવરણમાં પલટો: ગુજરાતના અનેક વિસ્તારોમાં ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ, 15 ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી વધતાં ઠંડીમાંથી રાહત મળશે. જોકે ત્યાર બાદ તાપમાન પાંચ ડીગ્રી સુધી ગગડતાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજ્યમાં હજુ 15 ફેબ્રૂઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં રસ્તા પર વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા થઈ હતી.હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 5 ડીગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે. બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ આ તારીખથી પારો નીચે આવશે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી.સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.2 ડીગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, પણ એને બાદ કરતાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ નોંધાતાં ઠંડીમાં ક્રમશ ઘટાડો થયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 4 ડીગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ 30.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 10.0 ડીગ્રી નોંધાયું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here