મુંબઈના ફેફસાં ગણાતા આરે કોલોનીમાં 5મી ઓક્ટોબર, 2019ના રોજ થયેલ મસમોટા વૃક્ષ સંહાર કાંડ અંગે ઉદ્ધવ સરકારે લીધેલ મહત્વનો નિર્ણય શિંદેએ મુખ્યમંત્રી પદ સંભાળતા જ ફેરવી કાઢ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાના કલાકો પછી એકનાથ શિંદે મુંબઈમાં વિવાદાસ્પદ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર ઉદ્ધવ ઠાકરે સરકારના નિર્ણયને બદલી કાઢ્યો છે. શિંદેએ એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને કોર્ટમાં એક રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકાર હેઠળ 2019માં યોજના મુજબ જ આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવામાં આવશે.વર્ષ 2019માં મુંબઈના લીલા ફેફસા તરીકે ઓળખાતા આરે કોલોનીમાં વૃક્ષો કાપવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને BMCની પરવાનગી માંગી હતી. આ વિકાસ કાર્યનો પર્યાવરણીય કાર્યકરો દ્વારા મુંબઈમાં મોટા પાયે વિરોધ થયો હતો.જોકે 2019માં મેટ્રો ટ્રેન માટે મુંબઈમાં આરે કોલોનીમાં સરકારે એક જ રાતમાં 1000 જેટલા વૃક્ષો કાપી નાંખ્યા હતા. તે સમયે BMCની આ કાર્યવાહી અને વૃક્ષો કાપવા સામે થઈ રહેલા દેખાવો આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા હતા.આ હરિયાળા વિસ્તારમાં મેટ્રો ટ્રેન માટે 2700 કરતા વધારે વૃક્ષો કાપવા સામે પર્યાવરણવાદીઓ વિરોધ કરી રહ્યા હતા. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે વૃક્ષો કાપવા પર રોક લગાવવાનો ચોથી ઓક્ટોબરે ઈનકાર કરી દીધો હતો. આ પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વૃક્ષો કાપવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. આ મામલે લતા મંગેશકર, શ્રધ્ધા કપૂર, રવિના ટંડન જેવા બોલીવૂડના સ્ટાર્સ પણ વૃક્ષો નહી કાપવાની માંગ સાથે આગળ આવ્યા હતા.આરે કોલોનીનો પાયો 1951માં પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નંખાયો હતો.તે વખતે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ કોલોની બનાવવાનુ નક્કી થયુ હતુ.એક વખત વૃક્ષારોપણ થયા બાદ અહીંયા એટલા વૃક્ષો પ્લાન્ટ કરાયા હતા કે આજે 3166 એકર વિસ્તાર જંગલનુ સ્વરુપ લઈ ચુક્યો છે. આરે મિલ્ક કોલોનીએ મુંબઈના પરાં ગોરેગાંવ પૂર્વમાં આવેલ છે. તેમાં બગીચાઓ, તળાવો, નિરક્ષણ સ્થળ, પર્યટન સુવિધાઓ અને દૂધની ડેરીઓ આવેલી છે.
સીએમ બનતાં જ શિંદેએ વાપર્યો વીટો પાવર/ ઉદ્ધવ સરકારના મહત્ત્વના નિર્ણયને ફેરવી નાંખ્યો, મેટ્રો પ્રોજેક્ટ આરે કોલોનીમાં શેડ બનશે
Date: