ગ્રાઉન્ડ રિપોર્ટ 4: સિંહને મારણના ફાંફાં, પુખ્ત સિંહને 8 દિવસે જોઇએ 20 કિલો ખોરાક

0
56
SAU-RJK-HMU-LCL-13-lion-death-ground-report-4lack-of-meat-so-dead-in-the-jungle-lions-at-gir-gujarati-
SAU-RJK-HMU-LCL-13-lion-death-ground-report-4lack-of-meat-so-dead-in-the-jungle-lions-at-gir-gujarati-

ગીરના દલખાણીયા રેન્જમાં ટપોટપ સિંહના મોત થઇ રહ્યાં છે. આ રેન્જમાં છેલ્લા 13 દિવસમા 13 સિંહ મોતને ભેટ્યા છે, હજુ બે ગંભીર છે. વનવિભાગ અને સરકારને પણ ગંભીરતાનો ખ્યાલ આવી જતા સિંહના મોતનું કારણ જાણવા દિલ્હી અને દેહરાદૂનથી ટીમો ઉતારી દીધી છે. વનવિભાગ જવાબદારી ખંખેરી સિંહના મોત પાછળ કુદરતી કારણ જ જણાવી રહી છે. ત્યારે સ્થાનિકો અને વન્ય પ્રેમીઓનો સૂર કંઇક અલગ છે. જંગલમા સિંહને મારણના ફાંફા થઇ ગયા છે માટે તે આજુબાજુના ગામડા અને રસ્તા પર ઉતરી આવે છે. પુખ્ત સિંહ હોય તો તેને દર આઠ દિવસે 20 કિલો મારણની જરૂરિયાત રહેતી હોય છે. જંગલ વિસ્તારમાં રોજનું રોજ ત્રણ ચાર કિલો મારણ સિંહને મળી શકતું નથી.

મરે નહીં તો માંદો થાય, શરીર નબળુ પડે એટલે રોગ જન્મે

અમરેલીના પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર તળાવીયાએ જણાવ્યું હતું કે, વનવિભાગ પર રાજકારણીની ઇચ્છા શક્તિ નથી, પ્રકૃતિને બચાવવા પ્રકૃતિપ્રેમી અધિકારી અને રાજકારણીની જરૂર પડતી હોય છે. જેનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. પુખ્ત સિંહને રોજનુ ત્રણ-ચાર કિલો ખોરાક જોઇએ, ધારી રેવન્યુ અને દલખાણીયા રેન્જ મળીને 150 જેટલા સિંહો હશે તેને પૂરતું ભોજન ન મળે એટલે માંદા પડે અને વિવિધ રોગ ઉત્પન થતા હોય છે અથવા તો મારણ સ્વરૂપે ગમે તે ખોરાક આરોગી લેતો હોય એટલે પણ વિવિધ ઇન્ફેક્શન લાગી જતા હોય છે.

સ્થાનિકો પણ હવે બોલતા ડરે છે, અમે કંઇક કહેશુ તો વનવિભાગ અમારા પર પગલા ભરશે

દલખાણીયા રેન્જમાં રહેતા ખેડૂતો પણ વનવિભાગથી ફફડી ઉઠ્યા છે. નામ ન આપવાની શરતે તેઓ કહે છે કે પછી વનવિભાગ અમને બોલાવીને પગલા ભરશે. કારણ કે વનવિભાગ સિંહને સાચવવામા સદંતર નિષ્ફળ નિવડ્યું છે. હજુ કેટલા સિંહ બીમાર છે તે પણ શોધી શકી નથી. વનવિભાગ સિંહને નહીં ગોતે તો શું સમાન્ય માણસ શોધશે? તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હજુ સિંહનો મૃત્યુઆંક વધશે તેવી ભીતી સ્થાનિકો સેવી રહ્યાં છે.દલખાણીયા રેન્જમાં 6 સિંહબાળ સહિત કુલ 13 સિંહોનું ઈન્ફાઈટિંગ, ઈન્ફેક્શન તેમજ તેના થકી થયેલ ઈજાના કારણે મૃત્યુ બાબતે ગુજરાત વન વિભાગ દ્વારા સાવચેતીનાં પગલા રૂપે સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલમાં કુલ 64 ટીમો બનાવીને સમગ્ર ગીર વિસ્તારની ચકાસણી કરવાનું આયોજન હાથ ધરવાંમાં આવ્યું છે. કુદરતી રીતે સિંહબાળમાં 70થી 72 ટકા જેટલુ મૃત્યુદર જોવા મળે છે. દર વર્ષે આશરે 100 થી 105 સિંહોનું મૃત્યુ નોંધવામાં આવે છે જે પૈકી ચોમાસાના ત્રિ માસ દરમિયાન સામાન્ય કરતા આશરે 10 થી 15 ટકા વધારે મૃત્યુ જોવામાં આવે છે.ભેજ તેમજ જીવજંતુનાં ઉપદ્રવને કારણે ચોમાસાની ઋતુમાં સિંહોનાં મૃત્યુની વધારે શક્યતા રહે છે. છેલ્લા બે વર્ષનાં આંકડા જોઇએ તો સરેરાશ આ સમયગાળામાં 32 જેટલા સિંહો મૃત્યુ પામેલ છે. જ્યારે ચાલુ વર્ષમાં કુલ 31 જેટલા સિંહોનાં મૃત્યુ થયેલ છે. આજે પુનમ હોય તેમજ અંજવાળુ હોય સમગ્ર ગીર વિસ્તારમાં ચોસઠ ટીમો દ્વારા તમામ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. અને એક અઠવાડીયા પહેલા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન સ્વસ્થ જાનવરોનું અવલોકન તેમજ ઈજાગ્રસ્ત જાનવરોની સારવાર તેમજ અન્ય ચકાસણી હાથ ધરવામાં આવશે. આ 64 ટીમો ચોક્કસ અવલોકન કરી સ્વાસ્થ્ય તેમજ સિંહોની રોજીંદી જિંદગી બાબતે માહિતી મેળવી અને જો કોઇ પ્રાણી ઇજાગ્રસ્ત દેખાઇ તો તેની સારવાર હાથ ધરશે.

SAU-RJK-HMU-LCL-13-lion-death-ground-report-4lack-of-meat-so-dead-in-the-jungle-lions-at-gir-gujarati-
SAU-RJK-HMU-LCL-13-lion-death-ground-report-4lack-of-meat-so-dead-in-the-jungle-lions-at-gir-gujarati-