Thursday, August 6, 2026
HomeBusinessટેક ઇન્ડસ્ટ્રીમાં એક માસ દરમિયાન 32,000 કર્મચારીઓએ નોકરી ગુમાવી

ટેક ઇન્ડસ્ટ્રીમાં એક માસ દરમિયાન 32,000 કર્મચારીઓએ નોકરી ગુમાવી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

 Layoff: ટેક ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે આ વર્ષ ઘણું અઘરું સાબિત થઇ શકે છે. આ વર્ષે અત્યાર સુધી આશરે 32,000 ટેક કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. છટણી કરનાર કંપનીમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન,સેલ્સફોર્સ ઇન્ક અને મેટા જેવા દિગ્ગજો સામેલ છે. કોરોના રોગચાળા બાદથી ટેક ઇન્ડસ્ટ્રીમાં છટણી પર નજર રાખતા Layoffs.fyiએ જણાવ્યું હતું કે 122થી વધુ ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપે આશરે 32,000 કર્મચારીઓને નોકરીમાંથી નીકાળી દીધા હતા અને આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે. વિશ્વમાં સ્ટાર્ટઅપ સહીત ટેક કંપનીઓએ 2022 અને 2023માં 4,25,000થી વધુ કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી,જ્યારે ભારતમાં આ સમય દરમિયાન 36,000થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. 120થી વધુ નાની-મોટી કંપનીઓએ જાન્યુઆરી માસમાં છટણી કરી હતી જેમાં અમુક મોટી કંપનીઓ સામેલ છે. Snap Inc પોતાના વર્કફોર્સમાં 10 ટકા એટલે કે 540 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. ઝૂમ આશરે 150 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ ઉપરાંત કલાઉડ સોફ્ટવેર વિક્રેતા ઓક્ટાએ પણ 400 કર્મચારીઓ અથવા પોતાના વર્કફોર્સના આશરે સાત ટકા કર્મચારીઓને છુટા કરશે. ઓનલાઇન પેમેન્ટ ગેટવે કંપની પેપાલે વર્કફોર્સના ઓછામાં ઓછા 9 ટકા એટલે કે આશરે 2500 કર્મચારીઓની છટણી કરવાની યોજના ઘડી છે. યુટ્યુબ ઓછામાં ઓછા 100 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ જ રીતે વીઇએમ સોફ્ટવેર 300 કર્મચારીઓને નોકરીમાંથી રવાના કરશે તેવી વાત સામે આવી છે. રોબોટ બનાવવાની કંપની આઈ રોબોટે આશરે 350 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે જે તેના વર્કફોર્સનો આશરે 31 ટકા હિસ્સો છે. કંપનીના સંસ્થાપક અને સીઈઓ કોલિંન એંગલ પણ પોતાનું પદ છોડી દેશે. આ ઉપરાંત સેલ્સફોર્સે આશરે 700 લોકોને   નોકરીમાંથી હટાવી દીધા છે. Layoffs.fyiના રોજર લી અનુસાર કોરોના કેસો અને વ્યાજદરમાં વધારાની અસર હવે જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને જવાબદાર ગણાવી રહી છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here