માણાવદર નજીક આંગડિયા પેઢીના માલિક પર હુમલો કરી 25 લાખની લૂંટ કરનારા બે શખ્સો ઝડપાયા

0
13
HMU-NL-two-person-arrested-of-25-lac-robbery-of-manavadar-near-bhayavadar-gujarati-news-5975346-PHO.html?ref=ht

માણાવદરના સુલતાનાબાદ પાસે ગત સોમવારે રાત્રે બાંટવામાં પી.એમ. એન્ટપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ધરાવતા યોગેશભાઇ ગોંધિયા બાઇક પર જતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેના પર હુમલો કરી તેમની પાસે રહેલા 25 લાખ રોકડની લૂંટ કરી હતી. આ શખ્સોને રાજકોટના ભાયાવદર પોલીસે ભાયાવદરની અરણી ગોલાઇ પાસે ઝુંપડામાંથી પકડી પાડ્યા છે. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઇક ઝુપડા પાસે પડ્યું હોય ભાયાવદર પોલીસ બે દિવસથી વોચ રાખી રહી હતી.

લૂંટમાં વપરાયેલા બાઇકના આધારે ભાયાવદરની અરણી ગોળાઇ પાસેના ઝુંપડામાંથી બન્ને ઝડપી પાડ્યા

પ્રાપ્ત વિગત મુજબ સબુરભાઇ જોખલાભાઇ મૈડા અને પપ્પુ શંકરભાઇ મૈડા બન્ને ભાયાવદરની અરણી ગોળાઇ પાસે ઝુપડાં રહે છે. માણાવદરના આંગડિયા પેઢીના માલિક પર હુમલો કરી 25 લાખ રોકડની લૂંટ કરી હતી. તે સમયે લૂંટમાં વપરાયેલું બાઇક આ ગોળાઇ પાસે પડ્યું હોય પોલીસ બે દિવસથી વોચ રાખી બન્નેને પકડી પાડ્યા છે. પોલીસે બન્ને પાસેથી 12,57,780 રોકડ રકમ, મોટરસાયકલ, બે મોબાઇલ સહિત 13, 18,780 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.