
ભારત એક મોટા સ્વાસ્થ્ય સંકટના આરે આવીને ઉભું છે, કેમ કે તમામ વય જૂથોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર સાથે સંકળાયેલા વહેલા મૃત્યુના જોખમમાં ચિંતાજનક વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, લગભગ ૨૪% સ્ત્રીઓ અને ૨૨.૯% પુરુષો હવે સ્થૂળ તરીકે વર્ગીકૃત થઈ ચૂક્યા છે.ભારતની અગ્રણી ગટ હેલ્થ બ્રાન્ડ, ગુડ બગે વજન ઘટાડવાના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે તૈયાર એક અનોખી વૈજ્ઞાનિક શોધને લોન્ચ કરી છે. ધ ગુડ બગની એડવાન્સ્ડ મેટાબોલિક સિસ્ટમ, નેચરલ GLP-1 સાયન્સમાં નવીનતમ પ્રગતિ છે, જે વજન ઘટાડવા માટે ટકાઉ અને વિજ્ઞાન-સમર્થિત ઉકેલ પ્રદાન કરે છે. આ સફળતાને વૈજ્ઞાનિક માન્યતા પણ મળી ચૂકી છે, કેમ કે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા દર્શાવે છે કે 90 દિવસમાં વજનમાં 12.01%, કમરના ઘેરાવમાં 9.64% અને BMIમાં 12.14%નો ઘટાડો થયો છે.ધ ગુડ બગના સહ-સ્થાપક કેશવ બિયાનીએ જણાવ્યું હતું કે, “અત્યાધુનિક ગટ માઇક્રોબાયોમ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલી, એડવાન્સ્ડ મેટાબોલિક સિસ્ટમ ક્લિનિકલ પરીક્ષણ કરાયેલા પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સનું માલિકીગત મિશ્રણ છે, જે વજન ઘટાડવાની દવાઓ સાથે સંકળાયેલી સામાન્ય પ્રતિકૂળ આડઅસરો વિના, નેચરલ GLP-1ની સક્રિયતા દ્વારા સ્થૂળતાની સમસ્યાનો ઉકેલ લાવે છે. વૈજ્ઞાનિક ઢબે ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા માન્ય કરાયેલા આ ઉત્પાદનના લોન્ચિંગ સાથે, અમે વૈશ્વિક સ્તરે આ પ્રકારનો પ્રથમ નવીન ઉકેલ ઓફર કરવામાં ગર્વ અનુભવીએ છીએ, જે 90 દિવસમાં 12% સુધી વજન ઘટાડે છે. ગટ હેલ્થમાં પ્રણેતા તરીકે, અમે ગટ બાયોમના સંયોજનમાં અસંતુલનને સ્થૂળતા પાછળના મૂળભૂત કારણ તરીકે જોયું છે અને વજન ઘટાડાનું પરિણામ આપવા માટે GLP-1 અને GIPને વધારવામાં કુદરતી રીતે મદદ કરે તેવા સોલ્યુશનને તૈયાર કરવા માટે વર્ષોના R&Dની મદદ મેળવી છે. આ અમારા માટે એક મોટી વૈજ્ઞાનિક સફળતા છે, જેની શોધ, વિકાસ અને નિર્માણ ભારતમાં થયા છે, અને વૈશ્વિક સ્તરે વજન વ્યવસ્થાપનને પુનઃ વ્યાખ્યાયિત કરશે.”ફાર્માસ્યુટિકલ GLP-1 એગોનિસ્ટ્સથી વિપરીત, જે સામાન્ય રીતે આડઅસરો અને નિર્ભરતા સાથે સંકળાયેલા હોય છે, ધ ગુડ બગની એડવાન્સ્ડ મેટાબોલિક સિસ્ટમ કુદરતી રીતે શરીરમાં GLP-1નું સ્તર વધારે છે, આંતરડામાં બળતરાની જૂની સમસ્યાને ઘટાડે છે, જેનાથી ભૂખ નિયંત્રિત થાય છે અને ખાવાની તીવ્ર ઈચ્છા ઓછી થાય છે, જેનાથી વજન તેમજ આરોગ્યના ટકાઉ પરિણામો મળે છે. હેલ્થકેર વ્યાવસાયિકોના વિશ્વાસ દ્વારા સમર્થિત આ પ્રોડક્ટ, વજનના નિયમન માટે ટકાઉ અને કુદરતી અભિગમ પ્રદાન કરે છે. ધ ગુડ બગ આ ઉત્પાદનને યુએસ સહિત વૈશ્વિક બજારોમાં લઈ જવાનું આયોજન કરી રહ્યું છે.મણિપાલ હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ અને ટ્રાયલના મુખ્ય તપાસકર્તા ડૉ. એમ.કે.એન. મનોહરે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, “હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં, પરિણામો માત્ર આંકડાકીય રીતે જ મહત્વપૂર્ણ નહતા પણ ક્લિનિકલ રીતે અર્થપૂર્ણ પણ હતા. તે અત્યાર સુધી ઉપલબ્ધ શ્રેષ્ઠ દવાઓ સાથે તુલનાને પાત્ર છે,”. તેઓ વધુમાં કહે છે કે “જે સામે આવ્યું તેમાં તૃષ્ણામાં વ્યક્તિએ જાતે અનુભવેલો ઘટાડો અને તૃપ્તિમાં સુધારો હતો. 90%થી વધુ લોકોએ કહ્યું કે તેમની ભૂખમાં ઘટાડો થયો છે; 95% લોકોએ ભૂખ દબાતી હોવાની નોંધ લીધી. સિન્થેટિક GLP-1 દવાઓમાં જે જોવા મળ્યું છે, તેનું આ પ્રતિબિંબ છે,” તેઓ જણાવે છે કે, “મહત્વપૂર્ણ બાબત તરીકે, કોઈ નોંધપાત્ર પ્રતિકૂળ ઘટના પણ નોંધાઈ ન હતી. અને ટ્રાયલ્સમાં ભૂખ, તૃપ્તિ અને ઉર્જાના સ્તરમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “સ્થૂળતા એક શાંત રોગચાળો બની ગઈ છે, કોવિડને કારણે તેની ઝડપ વધી છે. જીવનશૈલીમાં ફેરફાર અને સર્જરી જેવી આંતરિક સારવાર વચ્ચે મોટો તફાવત છે. વૈજ્ઞાનિક પુરાવા મોટા પાયા પર સાબિત કરે છે કે આંતરડાના માઇક્રોબાયોમ, પાચન સંબંધિત સ્વાસ્થ્ય અને ટકાઉ વજન વ્યવસ્થાપનનો પાયો છે. ઘણીવાર અનિચ્છનીય આડઅસરો સાથે આવતાં સિન્થેટિક હસ્તક્ષેપોથી વિપરીત , ગુડ બગ જેવા સારી રીતે સંશોધિત પ્રોબાયોટિક ફોર્મ્યુલેશન આંતરડાના બેક્ટેરિયા અને શરીરના ચયાપચય વચ્ચે કુદરતી સુમેળનો લાભ લે છે.”મહિના માટે ₹2000 અથવા ત્રણ મહિના માટે ₹5000માં ઉપલબ્ધ, ગુડ બગનું સોલ્યુશન ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ સ્ટોર્સ પર પ્રાપ્ય છે. સંશોધન-આધારિત અસરકારકતા અને પારદર્શિતા પર ધ્યાન કેન્દ્રિત કરતું, ધ ગુડ બગ એકંદર સુખાકારીમાં આંતરડાના સ્વાસ્થ્યની ભૂમિકાને પુનઃ વ્યાખ્યાયિત કરી રહ્યું છે.ધ ગુડ બગના સહ-સ્થાપક પ્રભુ કાર્તિકેયનએ જણાવ્યું હતું કે, “અમે માઇક્રોબાયોમ વિજ્ઞાનની અસરને માત્ર પાચન સંબંધિત સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ મેટાબોલિક સ્વાસ્થ્ય, મહિલાઓના સ્વાસ્થ્ય અને જ્ઞાન સંબંધિત સુખાકારી પર પણ જોઈએ છીએ. જેમ જેમ માઇક્રોબાયોમમાં સંશોધન વધુ ઊંડાણપૂર્વકનું બને છે, તેમ તેમ તે આરોગ્યસંભાળના એક નવા પરિમાણને ઉજાગર કરે છે અને અમે તેની સંભાવનાનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. અદ્યતન પ્રોબાયોટિક ઈનોવેશન દ્વારા અમે સતત કન્ઝ્યુમર હેલ્થ સોલ્યુશન્સના આરોગ્યના નિર્માણનો પ્રયાસ કરીએ છીએ, જે લોકોને વિજ્ઞાન-સંચાલિત ઉત્પાદનોના માધ્યમથી તેમના સ્વાસ્થ્ય પર નિયંત્રણ મેળવવા માટે સશક્ત બનાવે છે. અમારા નવા લોન્ચથી દેશમાં સ્થૂળતાના પરિદ્રશ્ય પર કેવી અસર પડી શકે છે તેમાં અમને એક મોટી તક દેખાય છે.”સ્થૂળતા સ્વાસ્થ્ય સામે એક મોટા પડકાર તરીકે ઉભરી આવી છે, જેને જોતાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ તાજેતરમાં સ્થૂળતા વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા અનુસાર, 2021માં 180 મિલિયનથી વધુ ભારતીયોને વધુ વજનવાળા અથવા મેદસ્વી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, અને જુદા જુદા અભ્યાસોની આગાહી પ્રમાણે 2050 સુધીમાં આ આંકડો 400 મિલિયન સુધી પહોંચી શકે છે. જે ધ ગુડ બગ જેવા અસરકારક, ક્લિનિકલી પ્રમાણિત અને સસ્તા ઉકેલોની તાત્કાલિક જરૂરિયાતને વધુ રેખાંકિત કરે છે.