સાઉદી અરેબિયાની મહિલાઓ જાહેરમાં તેમનો ચહેરો બતાવતી નથી, પણ તેમની આંખોનાં કામણથી કોઈ બચી શક્યું નથી. મોટી, ઘેરી અને આકર્ષક આંખો જ તેમની ઓળખ છે. અરેબિયન મહિલાઓની આંખોમાં જાણે કોઈ રહસ્ય હોય એવું પ્રતીત થાય છે એનું કારણ છે મેકઅપની ટેãક્નક. વાઇબ્રન્ટ અને કલરફુલ આઇ મેકઅપમાં તેમનો જવાબ નથી. મેકઅપ વડે આંખોનો જાદુ કઈ રીતે પાથરવો એ ખાડીના દેશની મહિલાઓની વિશેષતા છે.
યુરોમૉનિટર ઇન્ટરનૅશનલના આંકડા અનુસાર અરેબિયન મહિલાઓ મેકઅપ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે, જેમાં આંખના મેકઅપનો ફાળો વિશેષ હોય છે. ગ્લૅમરસ ફીલ્ડ સાથે સંકળાયેલી વિfવભરની મહિલાઓ અરેબિયન મેકઅપ સ્ટાઇલને ફૉલો કરે છે. ભારતમાં પાર્ટી ક્રેઝી મહિલાઓમાં પણ હવે આ મેકઅપ સ્ટાઇલ પૉપ્યુલર બનતી જાય છે. સિમ્પલ ટેãક્નક અને કેટલાંક ખાસ પ્રકારનાં સૌંદર્યપ્રસાધનો વડે તમે અરેબિયન લુક મેળવી શકો છો. આ માટે તમારી પાસે પર્પલ અથવા ડાર્ક મેંદી કલરના આઇશેડો, ડાર્ક બ્લૅક લિક્વિડ આઇલાઇનર, કોહલ (એક પ્રકારનું કાજલ) અને આઇ લેશીઝ (ઑપ્શનલ) હોવાં જોઈએ.
અરેબિયન લુક માટે કલરની પસંદગી બહુ સમજીવિચારીને કરવી જોઈએ. આ સ્ટાઇલમાં સૌથી મહkવનો છે આઇ મેકઅપ. આંખોને આકર્ષક અને અણિયાળી બનાવવા મુખ્યત્વે કોહલનો ઉપયોગ કરવામાં આવે છે. કોહલ અને બ્લૅક આઇલાઇનરનું કૉમ્બિનેશન આંખને સ્મોકી લુક આપે છે. સૌથી પહેલાં આંખની અંદરના ભાગમાં ડાર્ક બ્લૅક કોહલ લગાવો. ઇનર કૉર્નર પર બ્લૅક લાઇનર વડે લાંબી રેખા ખેંચી લેવી. સામાન્ય રીતે આંખને અણિયાળી બતાવવા કાનની તરફના આંખના ખૂણા પર લાંબી રેખા ખેંચવામાં આવે છે, જ્યારે અરેબિયન સ્ટાઇલમાં અંદરની સાઇડ એટલે કે નાકની તરફના ભાગમાં પણ લાંબી રેખા ખેંચવાની હોય છે. ત્યાર બાદ આઉટર કૉર્નર પર બ્રશની સહાયથી ડાર્ક મેંદી કલરનો આઇશેડો લગાવો. આ સ્ટાઇલમાં કૉર્નરના મેકઅપ પર વધુ ફોકસ રાખવામાં આવે છે. આંખને ક્રેઝી લુક આપવા ઉપરના ભાગમાં ડાર્ક બ્લૅક લાઇનરનો જાડો થર લગાવવો. જો આર્ટિફિશ્યલ લેશીઝ વાપરવા હોય તો એના પર મસ્કરા લગાવી શકાય. આઇબ્રોની નીચેના ભાગમાં પણ મેંદી ગ્રીન કલરના આઇશેડોને હાઇલાઇટ કરો. મેકઅપ થયા બાદ છેલ્લે આંખના આકારને ફરીથી ડિફાઇન કરી લો.
અરેબિયન લુકમાં મેંદી કલરની વિશેષતા છે. ગ્રીન કલર આંખને બોલ્ડ લુક આપે છે, પરંતુ કેટલીક મહિલાઓ પર્પલ કલર પણ પસંદ કરે છે. અરેબિયન આઇ મેકઅપમાં વેરિયેશન ઍડ કરવા ગ્લૅમરસ ફીલ્ડ સાથે સંકળાયેલી મહિલાઓ ગોલ્ડન અને સિલ્વર કલરનો ભરપૂર ઉપયોગ કરે છે. નાઇટ પાર્ટીમાં આંખની બ્યુટીને એન્હાસ કરવા અને ડ્રામેટિક લુક આપવા ગ્લિટર્સ બેસ્ટ ઑપ્શન છે. જો આંખની નીચેની ત્વચા ડાર્ક થઈ ગઈ હોય તો મેકઅપ કરતાં પહેલાં કન્સિલર અપ્લાય કરવું.
આરબ દેશની મહિલાઓ તો ચહેરો છુપાવીને રાખે છે તેથી આંખના મેકઅપને જ સર્વાધિક પ્રાધાન્ય આપે છે, પરંતુ આપણે ઓવરઑલ લુક પર ધ્યાન આપવું પડે. આંખની બ્યુટીની સાથે ચહેરાના મેકઅપને નજરઅંદાજ ન કરી શકાય. અરેબિયન આઇ મેકઅપ સાથે પર્ફેક્ટ મૅચ માટે કન્સિલર, પ્રીમર, ઑરેન્જ અથવા રેડ અને પર્પલનું મિક્ચર ધરાવતી ક્રીમસન રેડ કલરની લિપસ્ટિક તેમ જ સ્કિન ટોન સાથે મૅચ થાય એવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો.
કોઈ પણ મેકઅપની શરૂઆત ફાઉન્ડેશનથી જ થાય છે. ફાઉન્ડેશન અને કન્સિલરથી ચહેરા પરના ડાઘ-ધબ્બા છુપાઈ જાય છે. ફાઉન્ડેશન ત્વચા પરના વધારાના તેલને શોષી લે છે. મોટા ભાગની ભારતીય મહિલાઓની ત્વચા ઘઉંવર્ણી હોય છે તેથી પીચ કલરના ફાઉન્ડેશનનો ઉપયોગ બેસ્ટ રહેશે. એનાથી ગાલ પણ ભરાવદાર દેખાય છે. ઇચ્છો તો બ્લડ કલરના બ્લશર લગાવી ગાલને ઉભાર આપી શકાય. લિપ મેકઅપ હંમેશાં આંખના મેકઅપને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ. અરેબિયન સ્ટાઇલ સાથે ક્રીમસન રેડ અથવા ઑરેન્જ શેડ્સની લિપસ્ટિક ગ્લૅમરસ લુક આપશે.