ચંદ્રયાન-૨ : હવે ૧૮૦૦૦ કિલોમીટરની યાત્રા બાકી છે

0
11
ચોથા સ્તરને પહેલીએ પાર કર્યા બાદ ચંદ્રથી અંતર ઘટીને ૧૦૦ કિમી રહી જશે ૭મીએ ચંદ્ર ઉપર ઉતરાણ કરાશે

હૈદરાબાદ, તા. ૨૦
ચંદ્રયાન-૨ આજે સવારે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી લીધા બાદ હવે વધુ મુશ્કેલ તબક્કાને પાર કરશે. બુધવારના દિવસે ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી ગયા બાદ આગળની યાત્રા શરૂ કરશે. હવે માત્ર ૧૮૦૦૦ કિલોમીટરની યાત્રા બાકી રહી ગઈ છે. હવે ૨૦મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર વચ્ચે ચંદ્રની ચાર બીજી કક્ષાઓને પાર કરશે. આની શરૂઆત આવતીકાલથી જ થશે. આવતીકાલે એક વાગે પ્રથમ કક્ષાને અને છેલ્લે પહેલી સપ્ટેમ્બરે ચોથી કક્ષાને પાર કરશે તે વખતે ચંદ્રથી અંતર ૧૮૦૦૦ કિલોમીટરથી ઘટીને માત્ર ૧૦૦ કિલોમીટર રહી જશે. ત્યારબાદ બીજી સપ્ટેમ્બરથી સૌથી મોટા સફરની શરૂઆત થશે. લેન્ડર વિક્રમ તેને જમીન અને ચંદ્રની કક્ષામાં પ્રવાસ કરાવી રહેલા પોતાના ઓર્બિટરથી અલગ કરી દેશે. ઇસરોના વડા સિવાનના કહેવા મુજબ ત્યારબાદ તમામ ધ્યાન લેન્ડર ઉપર કેન્દ્રિત થઇ જશે. સિવાને આ તબક્કાને ખુબ જ રોચકરીતે સમજાવતા કહ્યું હતું કે, જે રીતે કોઇ નવી વધુને શણગારવામાં આવે છે તે રીતે જ આ સુંદર દ્રષ્ય રહેશે. ઉતરવા માટે યોગ્ય સમયનો વિક્રમ દ્વારા ઇંતજાર કરવામાં આવશે. વિક્રમ પોતાના સિનમાં રોવરને છુપાવશે. લેન્ડર વિક્રમ ચંદ્ર ઉપર ઉતરાણ કરવા માટે યોગ્ય સમયની રાહ જાશે. આ મિશનમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષણ ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગથી ૧૫ મિનિટ પહેલાના રહેશે. એટલે કે ૭મી સપ્ટેમ્બર રાત્રે ૧.૫૫ વાગે ટેન્શન ચરમસીમા ઉપર રહેશે. સિવાને કહ્યું છે કે, આ ૧૫ મિનિટ ખુબ જ પડકારરુપ રહેનાર છે. કારણ કે આ ગાળા દરમિયાન અમે કંઇ એવું કરવા જઈ રહ્યા છે જે હજુ સુધી થયું નથી. ચંદ્રની સપાટીથી ૩૦ કિલોમીટરના અંતરે
(અનુસંધાન નીચેના પાને)ચંદ્રયાનના ઉતરાણ માટે તેની સ્પીડને ઘટાડવામાં આવશે. આ કામ ખુબ મુશ્કેલરુપ રહેનાર છે. પ્રથમ વખત સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. ભારતીયો માટે આ સમય ખુબ જ પડકારરુપ રહેનાર છે. સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળ્યા બાદ ભારત આવું કરનાર દુનિયાના ચોથા દેશ તરીકે બની જશે. અગાઉ આ સફળતા અમેરિકા, રશિયા અને ચીન દ્વારા હાંસલ કરવામાં આવી છે. લેન્ડિંગ બાદ છ ટાયર ધરાવનાર પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી અલગ થશે. આ પ્રક્રિયામાં ચાર કલાકનો સમય લાગશે. તે એક સેન્ટીમીટર પ્રતિસેકન્ડની ગતિથિ બહાર આવશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી ઉપર ૫૦૦ મીટર સુધી ચાલશે અને ફોટાઓ અને મુલ્યાંકન કરશે. વિક્રમ અથવા તો ઓર્બિટર મારફતે ૧૫ મિનિટમાં ફોટાઓ મોકલશે.