
આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને માર્ચ 2023માં આયોજિત ગ્લોબલ લેપર્ડ સમિટના કાયમી વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ દિપડા અને તેમના રહેઠાણોના સંરક્ષણ માટે જાગૃતિ અને સમર્થન વધારવાનો છે. હાલ દિપડાઓ વિવિધ જોખમોનો સામનો કરી રહ્યાં છે, જેમાં મુખ્યત્વે રહેઠાણનું નુકસાન, શિકાર અને મનુષ્યો સાથે સંઘર્ષનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય દિપડા દિવસનો ઉદ્દેશ્ય આવા સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો અને લોકોને પર્યાવરણીય સંતુલન જાળવવામાં દિપડાના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. એવો અંદાજ છે કે વિશ્વમાં ૫૦,૦૦૦ થી ૧૦,૦૦૦ દીપડા છે. આમાંથી, ભારતમાં દીપડાઓની વસ્તી સૌથી વધુ છે. આંકડા મુજબ, ભારતમાં દીપડાઓની કુલ વસ્તી ૧૩,૮૭૪ છે, જેમાંથી સૌથી વધુ દીપડા મધ્યપ્રદેશમાં છે. જેની સંખ્યા 3907 છે. આ જ કારણ છે કે મધ્યપ્રદેશને દીપડાના રાજ્યનું સન્માન આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય(મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ) એ દીપડાની વસ્તી અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં વિવિધ રાજ્યોમાં દીપડાઓની કુલ સંખ્યા વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ વન વિસ્તારો અને વન્યજીવન વિવિધતાથી સમૃદ્ધ છે. નાગરિકોમાં પણ વન વિસ્તારો અને વન્યજીવન પ્રત્યે પણ પ્રેમ છે અને તેમને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ મધ્યપ્રદેશની મુલાકાત લે છે. અમે પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાની સાથે-સાથે દીપડાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ કામ કરી રહ્યા છીએ.
આંતરરાષ્ટ્રીય દિપડા દિવસનું મહત્વ :
વર્ષ 2023માં યોજાયેલી વૈશ્વિક દિપડા પરિષદમાં 3 મેના દિવસને આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. જેનો હેતુ દિપજાના સંરક્ષણ માટે જાગૃતિ અને સમર્થન વધારવાનું છે. દિપડાએ, જંગલી અને જૈવવિવિધતાના પ્રતીક તરીકે, ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા માટે જરૂરી છે.
વિશ્વમાં દિપડાની સ્થિતિ :
દિપડો, એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં કેટલાક વિસ્તારમાં તેમજ ભારત, પાકિસ્તાન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.
દેશમાં સૌથી વધુ દીપડાની વસ્તી ધરાવતાં રાજ્યો (વર્ષ 2022) :
મધ્યપ્રદેશ :- 3907
મહારાષ્ટ્ર :- 1985
કર્નાટક :- 1879
તમિલનાડુ :- 1070
દેશમાં સૌથી વધુ દિપડાની સંખ્યા આંધ્રપ્રદેશના શ્રીશૈલમમાં નાગાર્જુન સાગર અને આ સિવાય મધ્યપ્રદેશમાં પન્ના અને સાતપુડા જેવા જંગલોમાં છે.