Wednesday, March 12, 2025
HomeGujaratસ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

ફિલ્મ ‘કેસરી વીર’ ને મળી નવી રિલીઝ ડેટ, 16...

પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થયેલી 'કેસરી વીર' 16...
spot_img

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે તેમના ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં HSBC દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેન્ડમેડ ઈન ઇન્ડિયા (HMI) હેઠળ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ મીટ અને થોટ લીડરશીપ સેમિનારનું આયોજન કર્યું હતું. HMI પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા ભુજ (ગુજરાત) અને ઇરોડ (તામિલનાડુ) ક્લસ્ટરોના વણકરો દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ વણકરો અને ૩ મહેમાન વણકરો એ તેમની હાથથી બનાવેલી વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું જેમાં બાંધણી, બાટિક બ્લોક પ્રિન્ટ્સ, અપસાયકલ્ડ પ્રોડક્ટ્સ, અજરખ, નેચરલ ડાઇ પ્રોડક્ટ્સ, સિલ્ક સાડીઓ અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ મીટ અને થોટ લીડરશીપ સેમિનારમાં સરકારી એજન્સીઓ, NGO, ડિઝાઇન સંસ્થાઓ, હસ્તકલા ઉદ્યોગી, નેચરલ ડાઈ સપ્લાયર્સ, વણકર અને હસ્તશિલ્પીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ટેક ફોર સસ્ટેનેબલ ક્રાફ્ટ: એન્ગેજિંગ ન્યુ એન્ટરપ્રેન્યોર્સ’ પર ચર્ચા કેન્દ્રિત હતી. સસ્ટેનેબિલિટી લર્નિંગ એક્સચેન્જ : અ કો-ઓપરેટિવ ઇનિશિએટિવ ફોર આર્ટિઝન્સ એન્ડ સ્પેશિયાલિસ્ટ્સ ટુ શેર ઇનસાઇટ્સ એન્ડ સ્ટ્રેટેજીસ’’ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચાના ઉદ્દેશો નવા બજારના જોડાણ અને બજાર વિસ્તરણ, વ્યવસાયમાં ટેકનોલોજીનો સામેલ કરવાની જાગૃતિ, સરકારની યોજના સાથે જોડાવા અને એન્ટરપ્રેન્યુરશિપ પ્રથાઓ પર અદ્યતન જ્ઞાન પ્રદાન કરવાનો હતો. ડૉ. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, EDIIએ જણાવ્યું હતું, “ટકાઉ ભવિષ્યની શોધમાં, EDII પ્રોજેક્ટ HMI હેઠળ તેની વિવિધ પહેલ દ્વારા કારીગરોના જીવનમાં પ્રગતિ અને વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. દેશના કારીગરો અને વણકરોનું પોષણ અને સશક્તિકરણ એ એક જરૂરિયાત છે કારણ કે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી શકીએ છીએ.” ડૉ. રમન ગુજરાલ, પ્રોફેસર અને ડિરેક્ટર- ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ્સ- કોર્પોરેટસે જણાવ્યું હતું, “HSBC ના HMI પ્રોજેક્ટે કારીગરો માટે ટકાઉ આજીવિકાના વિકલ્પો સુનિશ્ચિત કરીને કૌશલ્ય અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે આ તાલીમ પામેલા કારીગરો આર્થિક રીતે સ્વતંત્ર છે અને સર્જનાત્મક રીતે વિચારવા અને વિકાસ માટે સફળ વ્યવસાયિક વ્યૂહરચનાઓનો અમલ કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે. આ કાર્યક્રમની સફળતાથી હું ખુશ છું. આ પ્રદર્શન આપણા કારીગરો અને કારીગરોની ક્ષમતા દર્શાવે છે.” પ્રોજેક્ટ હેન્ડમેડ ઈન ઈન્ડિયા, એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) દ્વારા અમલમાં લાવવામાં આવેલ છે અને HSBC દ્વારા સમર્થિત છે. આ પ્રોજેક્ટ ભુજ (ગુજરાત) અને એરોડ (તામિલનાડુ) વિસ્તારોમાં વણકર અને હસ્તશિલ્પીઓ દ્વારા સામનો કરવામાં આવેલા પડકારોને ઉકેલવા માટે કાર્યરત છે. આ પડકારોમાં મુખ્યત્વે આધુનિક સાધનો અને ટેકનીક માટે અધૂરું જ્ઞાન અથવા મર્યાદિત પ્રવેશ, પ્રાકૃતિક/જૈવિક સામગ્રી અને માર્કેટિંગ ટેકનિક્સ માટેનું અભાવ છે. આ પ્રોજેક્ટ આ ખામીઓના નિવારણ માટે વિવિધ સંકલિત હસ્તક્ષેપો દ્વારા કાર્ય કરે છે, જેમાં કુશળતા વિકાસ, બજારનો પ્રવેશ અને એન્ટરપ્રેન્યુરશિપ સપોર્ટના માર્ગે વણકરોના જીવનકને સુધારવા અને ટકાઉ હસ્તકલા રીતોને પ્રમોટ કરવાનું છે. ત્રણ વર્ષના ગાળામાં (2024-2027), આ પ્રોજેક્ટ સીધા 1,000 વણકરો અને 2,000 પરોક્ષ લાભાર્થીઓને આ બે વિસ્તારોમાં લાભ પહોંચાડશે. લવજીભાઈ નાગજીભાઈ પરમાર, કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, પ્રોજેક્ટ HMI ના લાભાર્થી ટાંગલિયા કળા ૭૦૦ વર્ષ જૂની કળા છે આ કળા હાથે કાંતિ બિંદુઓ થકી બનાવવામાં આવે છે આ કળા સાથે મુખ્યત્વ સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગસિયા સમુદાયના લોકો જોડાયેલા છે. લવજીભાઈ નાગજીભાઈ પરમાર પ્રોજેક્ટ HMI ના લાભાર્થી છે અને ટાંગલિયા કળા સાથે જોડાયેલા છે. તેઓને આ કળા તેમના પિતા થકી વારસામાં મળી છે અને હાલમાં તેમનું પરિવાર આ કળા સાથે જોડાયેલું છે. 1986 માં ડાંગસીયા સમુદાયના લોકો એ વીવર્સ સર્વિસ સેન્ટરમાં સેમ્પલ રજૂ કર્યો હતો અને ત્યાંથી તેઓને શાલનો પ્રથમ ઓર્ડર મળ્યા હતો અને ત્યારબાદ ધીરે ધીરે આ કળાનો પ્રચાર થયો જેથી આ સમુદાયના લોકોને ઓડર્સ સતત મળતા રહ્યા છે. ટાંગલિયા કળાને GI ટેગ પણ મળ્યો છે. લવજીભાઈ નાગજીભાઈ પરમાર ટાંગલિયા કળા સાથે છેલ્લા 40 થી વધુ વર્ષોથી જોડાયલા છે તેઓ પોતે પ્રોડક્ટ્સ બનાવે છે તેમજ 40થી વધુ યુવાનોને આ કળાની ટ્રેનિંગ પણ આપી છે જેથી કરીને યુવાનો પણ આ કળાથી જોડાયેલા રહે. આ કળા અંગે કરેલા તેમના કામની સરાહના પણ કરવામાં આવી છે તેમને 1990 માં કળા ક્ષેત્રના યોગદાન માટે નેશનલ એવોર્ડ એનાયત કરવાં આવ્યો હતો. 2019 માં તેમને સંત કબીર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને 2025 માં તેમને ભારત સરકાર દ્વારા કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રી ખિતાબ એનાયત કરાશે. લવજીભાઈ નાગજીભાઈ પરમારએ આ વણાટકળાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે તેમણે એક સહિયારું સુવિધા કેન્દ્ર બનાવ્યું છે જેમાં ૧૨ વણકરો એમની સાથે કામ કરે છે અને રોજગારી મેળવે છે. લવજીભાઈ નાગજીભાઈ પરમારએ EDII વિષે વાત કરતા જણાવ્યું કે ,” EDII થકી તેમને નેચરલ ડાઈંગ, ડિજિટલ માર્કેટીંગ અને ઓનલાઇન પેમેંટ્સ વિષે તાલીમ મેળવી છે. તેમજ EDII ના એક્સિબીશનમાં ભાગ લઈને તેઓને ગ્રાહક સુધી પહોંચવામાં મદદ મળી છે જેથી કળા વધુ લોકો સુધી પહોંચી શકી છે. તેમજ કળાને જીવંત રાખવા અને વેચાણ સંબંધી ઉપયોગી માહિતી પણ અમને EDII થકી પુરી પાડવામાં આવી છે.” લવજીભાઈ નાગજીભાઈ પરમારને EDII દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. લવજીભાઈ નાગજીભાઈ પરમારએ જણાવ્યું કે ભવિષ્ય માં ટાંગલિયા કળાના પ્રોડક્ટ્સ તેઓ ઓનલાઇન વેચવા ઈચ્છે છે જેથી કરીને તેમના સમુદાયના લોકો માટે રોજગારીના અવસર ઉત્પ્ન્ન થાય અને ટાંગલિયા કળા જીવંત રહે.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

ફિલ્મ ‘કેસરી વીર’ ને મળી નવી રિલીઝ ડેટ, 16...

પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ થયેલી 'કેસરી વીર' 16...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here