નવી દિલ્હી, તા. ૯
વિદેશ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનના વલણ પર કહ્યું છે કે, પડોશી દેશ એટલા માટે પરેશાન છે કે હવે તેમને આતંકવાદનો ફેલાવવા કરવા માટે મદદ મળી શકશે નહીં. કાશ્મીર મુદ્દા ઉપર સંયુક્ત રાષ્ટ્રમાં જવાની ધમકી ઉપર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પીઓકે પણ અમારું જ છે અને અમારા આંતરિક મામલામાં સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠવવા માટે પાકિસ્તાન પાસે કોઇ આધાર નથી. વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આજે પોતાની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, આ તમામ રીતે ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન ભયનો માહોલા સર્જવાના પ્રયાસ કરી રહ્યું છે. કુમારે કહ્યું હતું કે, પાકિસ્તાન એટલા માટે પરેશાન છે કે, જા જમ્મુ કાશ્મીરનો વિકાસ થયો તો તે ત્યાના લોકોને ગુમરાહ કરી શકશે નહીં. પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં દરમિયાનગીરી ન કરવાની સલાહ આપતા રવિશકુમારે કહ્યું હતું કે, ભારતના સંપ્રભુ મામલામાં બેબુનિયાદ વિષયોને પાકિસ્તાન જાડી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫ એ નિષ્પ્રભાવી કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન સતત ભારતની છબિ ખરાબ કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. જે અંગે ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે કહ્યું કે, ભારત જોશે કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કેવા પ્રકારે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. અમારી મજબુત તૈયારી છે. રવીશ કુમારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો છે તો તે પણ ભારતનો અભિન્ન અંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે. રવિશ કુમારે જણાવ્યું કે, પાકિસ્તાનમાં ફરજંદ ભારતનાં ઉચ્ચાયુક્ત અજય બિસારીયા હાલ દિલ્હી નથી. અમે હાલ પાકિસ્તાનને આ અંગે ફેરવિચાર કરવા માટે જણાવ્યું છે, જેથી હજી તેમની વાપસી નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં મુદ્દે નારાજગી વ્યક્ત કરવા માટે પાકિસ્તાને ભારતનાં હાઇકમિશ્નરને ઇસ્લામાબાદ છોડવા જણાવ્યું છે. પાકિસ્તાન દ્વારા ભારત સાથે વ્યાપારીક સંબંધો ખતમ કરવા અને સમજોતા એક્સપ્રેસનું સંચાલન બંધ કરવાનાં સવાલ અંગે રવીશ કુમારે કહ્યું કે, આ બંન્ને નિર્ણયો એકતરફી લેવાયા છે. આ નિર્ણય લેતા પહેલા પાકિસ્તાન તરફથી કોઇ જ વાતચીત કરવામાં આવી નથી. પાકિસ્તાન તરફતી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે તેને એર્લામિંગ સિચુએશન બનાવવાની છે. પાકિસ્તાન નર્વસ છે, તેમને લાગે છે કે ભારતનાં આ પગલાથી આતંકવાદને સમર્થન નહી કરી શકે. જ્યાં સુથી કલમ ૩૭૦ હટાવવાની વાત છે તે ભારતનો આંતરિક મુદ્દો છે. અમે સ્થિતી વિશ્વનાં અનેક દેશો સાથે સ્થિતી સ્પષ્ટ કરી છે. અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોને સંપુર્ણ માહિતી અપાઇ છે.