Friday, December 27, 2024
HomeBusinessસેન્સેક્સ 64050, નિફટી 19011ની વિક્રમી ઊંચાઈએ

સેન્સેક્સ 64050, નિફટી 19011ની વિક્રમી ઊંચાઈએ

Date:

spot_img

Related stories

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

એસીસી સલાઇ બાનવા ખાતે અદાણી ફાઉન્ડેશને વારાણસીની 50 મહિલાઓને...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી...
spot_img

– કામકાજના અંતે સેન્સેક્સ ૪૯૯ પોઈન્ટ ઉછળીને ૬૩૯૧૫, નિફટી ૧૫૫ પોઈન્ટ વધીને ૧૮૯૭૨ :

– FIIની રૂ.૧૨,૩૫૦ કરોડની ખરીદી, DIIની રૂ.૧૦૨૧ કરોડની વેચવાલી

ચોમાસાની પ્રગતિ, વૈશ્વિક બજારોની  રિકવરી સહિતના પરિબળોની અસર

મુંબઈ : વૈશ્વિક બજારોની રિકવરી અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ફરી દે ધનાધન મોટાપાયે ખરીદદાર બનવા સાથે આજે ઈન્ડિયા શાઈનીંગ શાઈનીંગ થઈ જઈ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સે પ્રથમ વખત ૬૪૦૦૦ અને નિફટીએ ૧૯૦૦૦ની સપાટી કુદાવી નવી ઊંચાઈનો ઈતિહાસ સર્જયો હતો. અલ-નીનોની અસરમાંથી બહાર આવી ચોમાસાની વિલંબ બાદ ધમાકેદાર શરૂઆતે સારી પ્રગતિ અને  બેંકિંગ જાયન્ટ એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર, બેંકોની એનપીએમાં માર્ચ ૨૦૨૩માં મોટા ઘટાડાના આંકડા, ચાલુ ખાતાની ખાધમાં ઘટાડા સાથે, અમેરિકામાં આર્થિક રિકવરીના આંકડા સહિતના પોઝિટીવ પરિબળોએ ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંત પૂર્વે ખેલંદાઓએ પાછલા દિવસોમાં કરેલા મંદીના વેપારનું  શોર્ટ કવરિંગ કરવાની ફરજે આજે તોફાની વિક્રમી તેજી જોવાઈ હતી. ફંડોએ ફ્રન્ટલાઈન, હેવીવેઈટ શેરોમાં તોફાની બેટિંગ કરીને બજારને નવા શિખરે મૂકી દીધું હતું. 

મહારથીઓ મોટાપાયે સક્રિય

ફ્રન્ટલાઈન, હેવીવેઈટ શેરોમાં ફંડો, મહારથીઓ મોટાપાયે સક્રિય લેવાલ બન્યાની ચર્ચા વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,  ટીસીએસ સહિતના ઓટો, કેપિટલ  ગુડઝ, કન્ઝયુમર, બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ, એફએમસીજી શેરોમાં તેજીએ સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૬૪૦૫૦.૪૪ નવો ઈતિહાસ રચી અંતે ૪૯૯.૩૯ પોઈન્ટ ઉછળીને ૬૩૯૧૫.૪૨ નવા શિખરે બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૦૧૧.૨૫ નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૧૫૪.૭૦ પોઈન્ટ વધીને  ૧૮,૯૭૨.૧૦ નવી વિક્રમી ટોચે બંધ રહ્યો હતો.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૦  અને ઘટનારની સંખ્યા ૧૭૦૯ રહી હતી.

ઓટો ઈન્ડેક્સની ૩૦૦ પોઈન્ટની છલાંગ 

ઓટોમોબાઈલ કંપનીઓ માટે ચોમાસાની વિલંબ બાદ સારી શરૂઆતે  વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ  ફંડોએ ઓટો શેરોમાં સતત મોટી ખરીદી કરી હતી. ટાટા મોટર્સે તેજીની  આગેવાની લઈ આજે મોટો ઉછાળો આપ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૫૮૬.૭૦ રહ્યો હતો. અપોલો ટાયર્સ રૂ.૮.૯૫ વધીને રૂ.૪૦૭.૯૦, બજાજ ઓટો રૂ.૯૧.૬૫ વધીને રૂ.૪૭૧૦.૦૫, ટીવીએસ મોટર રૂ.૨૩.૩૦ વધીને રૂ.૧૩૨૮.૫૫, અશોક લેલેન્ડ રૂ.૨.૩૦ વધીને રૂ.૧૬૫.૯૫, મારૂતી સુઝુકી રૂ.૯૦.૬૫ વધીને રૂ.૯૫૪૮.૯૫, એમઆરએફ રૂ.૮૬૩.૧૫  વધીને રૂ.૧,૦૦,૪૬૦.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૦૦.૩૭ પોઈન્ટ વધીને ૩૪,૨૯૬.૫૪ બંધ રહ્યો હતો.

ઓઇલ, ગેસ શેરોમાં તેજી

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે પસંદગીની તેજી રહી હતી. બીપીસીએલ રાઈટ ઈસ્યુ સહિત ફંડ ઊભું કરવાની યોજનાએ શેરમાં આકર્ષણે રૂ.૫ વધીને રૂ.૩૬૫.૨૦ રહ્યો હતો. આઈઓસી રૂ.૧.૨૪  વધીને રૂ.૯૦.૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૫૫ વધીને રૂ.૨૫૨૯.૩૫, એચપીસીએલ રૂ.૨.૧૫ વધીને રૂ.૨૬૯.૨૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૧૦ વધીને રૂ.૨૨૦.૮૦ રહ્યા હતા.

બેંક શેરો વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની પસંદગીની  લેવાલી જળવાઈ હતી. એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડનું મર્જર ૧,જુલાઈથી અમલી બનવાની અપેક્ષાએ ફંડોની આજે સતત લેવાલી રહી હતી. એચડીએફસી બેંક રૂ.૧૮.૪૦ વધીને રૂ.૧૬૭૬.૪૦, એચડીએફસી લિમિટેડ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૨૭૭૯.૬૫ રહ્યા હતા.  ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૩૩૪, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪ વધીને રૂ.૫૬૯.૯૫, એક્સિસ બેંક રૂ.૪.૮૫ વધીને રૂ.૯૭૮.૩૦ રહ્યા હતા. આ  સાથે કર્ણાટક બેંક રૂ.૧૪.૬૦  વધીને રૂ.૧૭૧.૯૦, પાવર ફાઈનાન્સ રૂ.૧૦ વધીને રૂ.૨૧૭.૭૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૯.૬૫ વધીને રૂ.૯૪૮.૫૦, યુટીઆઈ એએમસી રૂ.૨૮.૨૦ વધીને રૂ.૭૨૪.૭૫ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિ રૂ.૧.૯૮ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોની ઐતિહાસિક  તેજી સાથે ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં ફંડો  મોટાપાયે લેવાલ બનતાં અને સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પસંદગીની ખરીદીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૮  લાખ કરોડ વધીને રૂ.૨૯૪.૧૧ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું હતું.

FIIની રૂ.૧૨,૩૫૦ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ આજે-બુધવારે કેશમાં રૂ.૧૨,૩૫૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૨૧,૦૧૭.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૬૬૭.૩૪ કરોડની વેચવાલી થઈ હતી. જેમાં જીક્યુજી પાર્ટનર્સ, યુ.એસ. સ્થિત ઈન્વેસ્ટમેન્ટ કંપની તેમ જ અન્યોએ દ્વારા અદાણી ગુ્રપ કંપનીઓમાં ૯૦ કરોડ ડોલર એટલે રૂ.૭૨૦૦ કરોડથી વધુ રકમના શેરોની ખરીદી કર્યાનો સમાવેશ છે. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦૨૧.૦૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૯૭૮.૨૧કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૯૯૯.૨૨ કરોડની વેચવાલી થઈ હતી.

ફાર્મા શેરોમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી. એનજીએલ ફાઈન કેમ રૂ.૧૮૩.૧૦ વધીને રૂ.૧૮૫૪.૫૦, ટોરન્ટ ફાર્મા રૂ.૯૪.૯૦ વધીને રૂ.૧૯૭૨.૫૦, ગ્લેન્ડ ફાર્મા રૂ.૪૯.૬૫ વધીને રૂ.૧૦૬૪.૨૫, મેડિકામેન બાયો રૂ.૨૯.૮૦ વધીને રૂ.૭૨૯.૬૦, સિન્જેન ઈન્ટરનેશનલ રૂ.૨૯.૯૫ વધીને રૂ.૭૫૮.૫૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૪૬૦.૪૦, ગ્લેનમાર્ક રૂ.૨૦ વધીને રૂ.૬૭૫.૮૦, અબોટ ઈન્ડિયા રૂ.૬૦૩.૫૫ વધીને રૂ.૨૩,૨૯૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૭૦ વધીને રૂ.૧૦૨૨.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૮.૧૨ પોઈન્ટ વધીને ૨૫,૬૩૪.૨૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી.  ટાઈટન કંપની રૂ.૪૮.૭૫ વધીને રૂ.૩૦૨૪.૯૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૨.૪૫ વધીને રૂ.૨૧૩.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૨૯૭, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૦૫ વધીને રૂ.૬૦૯.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૫.૮૮ પોઈન્ટ વધીને ૪૨,૬૬૬.૪૪ બંધ રહ્યો હતો.

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

એસીસી સલાઇ બાનવા ખાતે અદાણી ફાઉન્ડેશને વારાણસીની 50 મહિલાઓને...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here