Monday, February 24, 2025
HomeGujarat11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઈકોર્ટના આદેશ બાદ જાગેલી ગુજરાત...

11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઈકોર્ટના આદેશ બાદ જાગેલી ગુજરાત સરકારની કબૂલાત

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર (State Government) દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજયની 11,451 સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી.વિદ્યાર્થીઓ રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે સરકારનો જવાબ ઘ્યાને લઇએ તો, આ શાળાઓમાં ફાયર સેફટીની કોઇ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્‌ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી (Pranav Trivedi)ની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો.રાજયમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઇ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં ફાયર સેફ્‌ટી (Fire Safety)ની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજયની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્‌ટી મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. ફાયર સેફ્‌ટી એકટ અને રૂલ્સની જોગવાઇ મુજબ, 9 મીટરથી વઘુ ઉંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે. સરકાર અને તંત્ર દ્વારા ચેકીંગ કરાયેલી સ્કૂલોમાં પાણીની ટાંકી, ફાયર સેફ્‌ટીના સાધનો, રેતી ભરેલી ડોલ સહિતની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે.

આ સિવાય સ્કૂલોને જે બાબતોનું પાલન કરવા નિર્દેશ જારી કરાયા છે, તેમાં સ્કૂલોમાં અંદર કોઇપણ જવલનશીલ પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે. શાળાઓમાં મોટાપાયે ભીડ કે ટોળા એકત્ર થાય તેવું આયોજન કરી શકાશે નહી. શાળાઓ વઘુ પડતો ઇલેક્ટ્રીક લોડ વાપરી શકશે નહી. શાળાઓમાં ફાયર ઇવેક્યુએશન પ્લાન રાખવાનો રહેશે. તો 10,000 લિટરની પાણીની ટાંકી પણ રાખવાની રહેશે. ઉપરાંત, દરેક માળ પર ફાયર અગ્નિશામકના 4.5 કિલોથી 6 કિલોના બાટલા રાખવાના રહેશે. શાળાઓમાં સમયાંતરે મોકડ્રિલ અને ચેકીંગ થશે.
લગભગ 1117 સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કરી દીઘુ છે. તો, 771 જેટલી શાલાઓ ફાયર સેફ્‌ટીના સાધનો વસાવી રહી છે. પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી 43,833 શાળા પૈકી 31,987 સરકારી શાળા, 633 ગ્રાન્ટેડ શાળા અને 11,213 ખાનગી શાળા છે. તો, 11,511 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા પૈકી 1,403 સરકારી શાળા, 5064 ગ્રાન્ટેડ શાળા અને 5044 ખાનગી શાળા છે. પ્રાયમરી અને પ્રિ-પ્રાયમરીની કુલ 7,517 શાળા છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં 2,263 સરકારી શાળા અને 5,132 ખાનગી શાળાનો સમાવેશ થાય છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ 1,039 શાળા અને 2,843 પ્રાઇવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here