દિલ્લી: સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ માટે દિલ્લી સહિત 13 શહેરોમાં કોરોના રસી પહોચી ચૂકી છે. ત્યારે પ્રથમ તબક્કામાં 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કરોનું ટીકાકરણ થશે. હરિયાણાના કરનાલ,કોલક્તા,ચિન્નાઇ,મુંબઇમાં મોટા વેકિસનના મોટા સ્ટોર છે ત્યાં વેક્સિન રાખવામાં આવી રહી છે. અને અન્ય રાજ્યોમાં રીઝનલ વેક્સિન સ્ટોર કરવામાં આવ્યા છે. યુપીમાં -9, એમપીમાં-5,ગુજરાતમાં- 4,કેરલમાં-3,જમ્મુ-કાશ્મીરમાં-2,કર્ણાટક અને રાજસ્થાન રિજનલ વેક્સિન સ્ટોર રખાયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિસદ યોજી હતી જેમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે બે વેક્સિનને જો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી તો મળી ગઈ છે અને હવે બીજી ચાર ઝાયડસ કેડિલા સ્પૂતનિક વી બાયોલોજિકલ જિનેવોની વેક્સિન પણ પાઈપલાઈનમાં જ છે. અને ઝડપથી જ આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ થઈ જશે અત્યારે સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને કોરોના વેક્સિનના એકસો દસ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. અને કોરોના વેક્સિનના એક ડોઝની કિંમત અત્યારે બસ્સો રૂપિયા રાખવામાં આવી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે ઉંમેર્યું હતું કે, દેશમાં કોરોનાના સક્રિય કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા સાત મહિનાના સૌથી ઓછા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના બાર હજાર પાંચસો ચોર્યાસી નવા કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં કોરોનાના કારણે 10 લાખે 109 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંક્રમણ સંખ્યામાં 5 હજારથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત 32 રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંક્રમણ કેસ મુદ્દે 10 હજાર કેસો ઘટી રહ્યા છે