રાજ્યમાં કેસમાં ચિંતાજનક વધારોભારતમાં ગુજરાત કાર્ડિયો-વેસ્ક્યુલર કોમ્પિલિકેશનની રાજધાની તરીકે ઓળખાય છે. તો હવે એક્સપર્ટના મતે ગુજરાતમાં વધુ એક રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને તે છે બ્રેન-સ્ટ્રોક. બ્રેન-સ્ટ્રોકથી પેરાલિસિસથી લઈને મોત થવા સુધીનું જોખમ રહેલું છે. આ બંને સ્થિતિ પાછળ જવાબદાર કારણો છે- હાઈપર ટેન્શન, હાઈપરલિપિડિમિયા (કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ) અને તમાકુનું સેવનવડોદરા ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂરોલોજી સાયન્સિસ સાથે સંકળાયેલા ન્યૂરોલોજિસ્ટ ડૉ. આનંદ વૈષ્ણવે ‘સ્ટ્રોક સિનારિયો ઈન ઈન્ડિયા’ ટાઈટલ હેઠળ વક્તવ્ય આપ્યું. ત્રણ દિવસીય SNVICON 2018 (થર્ડ એન્યુઅલ કૉંગ્રેસ ઓફ ન્યૂરો વાસ્ક્યુલર ઈન્ટરવેન્શન્સ એંડ સ્ટ્રોક CME)ના અંતિમ દિવસે ડૉ. વૈષ્ણવે કહ્યું કે, “ગુજરાતી જનતામાં બ્રેન સ્ટ્રોક આવવાના મુખ્ય જવાબદાર કારણો હાઈપરટેન્શન, હાઈરલિપિડિમિયા અને તમાકુનું સેવન છે.”ડૉ. વૈષ્ણવે માહિતી આપી કે, “આપણા લોહીમાં હોમોસિસ્ટીન (એક પ્રકારનું એમિનો એસિડ)નું પ્રમાણ વધારે હોય છે. આ પ્રમાણ વિટામિન B12, B6 અને ફોલિક એસિડની ખામી ધરાવતા લોકોના શરીરમાં વધી જાય છે. આપણું શાકાહારી ભોજન, જમવાનું બનાવવાની રીત અને જેનેટિક્સ (આનુવંશિકતા) હાઈપરહોમોસિસ્ટીનેમિયા થવાના મુખ્ય કારણો છે. હાઈપરહોમોસિસ્ટીનેમિયાના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર અને સ્ટ્રોકની શક્યતાઓ વધી જાય છે.ડૉ. વૈષ્ણવના મતે, ભારતમાં દર વર્ષે 15 લાખ લોકો આઈસ્કેમિઆ (રક્તક્ષીણતા) સ્ટ્રોકનો શિકાર બને છે. જેમાંથી 14,000 લોકો અથવા તો 1 ટકાથી પણ ઓછાને થ્રોમ્બોલિસીસ (ગંઠાયેલા લોહીને છૂટું કરવાની સારવાર) મળી શકે છે. દરેક 6માંથી એક વ્યક્તિને બ્રેન સ્ટ્રોક થાય છે. પુરુષો કરતાં મહિલાઓને બ્રેન સ્ટ્રોક આવવાની શક્યતા વધારે છે. માત્ર અડધી વસ્તીને જ આના લક્ષણો વિશે જાણ છે. છેલ્લા 4 દાયકામાં ભારતમાં આ રોગમાં 100 ટકા વધારો થયો છે.આશરે 400 જેટલા ડૉક્ટર્સે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નેશનલ પ્રોગ્રામ ઓન પ્રિવેન્શન એંડ કંટ્રોલ ઓફ કાર્ડિયો વેસ્ક્યુલર ડિસીઝ (NPDCS) અને વ્યક્તિને બ્રેન સ્ટ્રોક આવે તેના 4.5 કલાકના ગોલ્ડન પીરિયડ દરમિયાન સારવાર આપી કઈ રીતે જીવ બચાવી શકાય તે અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમનું આયોજન કરનારા સેક્રેટરી ડૉ. મુકેશ શર્માએ કહ્યું કે, “રવિવારે 150 જેટલા જનરલ પ્રેક્ટિશનર અને ઈમરજંસી મેડિકલ એક્સરપર્ટને ટ્રેનિંગ સેશનમાં આમંત્રિત કરાયા હતા. બ્રેન સ્ટ્રોકના લક્ષણો તેમજ સારવાર અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો