પતિની કોર્ટમાં અરજી, ‘પત્નીને દાઢી-મૂછ ઉગે છે, છૂટાછેડા આપો’

0
190
ahmedabad-news/other/husband-seeks-divorce-says-wife-is-growing-beard
ahmedabad-news/other/husband-seeks-divorce-says-wife-is-growing-beard

ઘણીવાર લોકો એવા વિચિત્ર કારણો દર્શાવી છૂટાછેડા માગતા હોય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. આવો જ એક કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં બન્યો હતો, જ્યાં પતિએ પોતાની પત્નીને મૂછ અને દાઢી ઉગતા હોવાનું કારણ આપી છૂટાછેડા માગ્યા એટલું જ નહીં, કોર્ટમાં પતિએ એવો પણ દાવો કર્યો કે તેની પત્નીનો અવાજ પુરુષ જેવો છેરુપેશ (બદલેલું નામ)ના લગ્ન રાજસ્થાનની રુપા (બદલેલું નામ) સાથે થયા હતા. જોકે, લગ્નના ખાસ્સા સમય બાદ રુપેશે વિચિત્ર કારણ આપી કોર્ટ સમક્ષ છૂટાછેડાની માગ કરી. પોતાની અરજીમાં રુપેશે જણાવ્યું હતું કે, તે જ્યારે રુપાને પહેલી વાર જોવા ગયો ત્યારે તેનો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો હોવાના કારણે તેને તે જોઈ નહોતો શક્યો. સામાજીક રિવાજોનું કારણ આપી રુપાના પરિવારજનોએ બંનેને એકલા મળવા પણ નહોતા દીધા.રુપેશે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે, લગ્ન વખતે પણ રુપાનો ચહેરો ઘૂંઘટથી ઢાંકેલો હોવાના કારણે તેને તે જોઈ નહોતો શક્યો. લગ્ન પછી રુપા તેના ઘરે આવી ત્યારે ક્લિન શેવમાં હતી, અને મેક-અપ પણ કરતી હોવાના કારણે તેને કોઈ શંકા ન ગઈ. આખરે રુપા સાથે એક અઠવાડિયું રહી રુપેશ બહારગામ નોકરી પર ચાલ્યો ગયો હતો.આખરે રુપેશ અને રુપાએ જ્યારે જોડે રહેવાનું શરુ કર્યું, ત્યારે રુપાના ચહેરા પર તેને દાઢી અને મૂછ દેખાવા લાગ્યા હતા, રુપાનો અવાજ પણ પુરુષ જેવો ભારે હોવાનો તેને અહેસાસ થયો હતો. આ અંગે જ્યારે રુપેશે પોતાના સાસરિયાંને વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, લગ્ન થઈ ગયા હોવાથી હવે રુપા સાથે જ રહેવું પડશે તેમ પણ રુપેશે કોર્ટને જણાવ્યું હતું.આખરે આ મામલે પોલીસ કેસ દાખલ થયો અને બંનેનું કાઉન્સેલિંગ પણ થયું, જોકે પતિ-પત્નીને એક કરવામાં સફળતા ન મળી. રુપેશે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, જેમાં ઉપરોક્ત કારણો દર્શાવીને રુપા સાથે છૂટાછેડા કરાવવા કોર્ટને વિનંતી કરી હતી. જોકે, રુપાએ પણ કોર્ટમાં દાવો કર્યો કે, તેના પર મૂકાયેલા આક્ષેપ સદંતર ખોટા છે.રુપાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, લગ્ન પહેલા રુપેશ અને રુપાની મુલાકાત કરાવાઈ હતી, અને તેણે જે પણ આક્ષેપ કર્યા તે સદંતર ખોટા અને પાયાવિહોણા છે. રુપાના વકીલ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો કે, રુપેશના પરિવારજનો રુપાને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. રુપેશ દ્વારા દહેજ પણ માગવામાં આવ્યું હોવાનો રુપાએ આરોપ મૂક્યો હતો.બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે રુપેશની છૂટાછેડાની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે, જે કારણો કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે તેના પર છૂટાછેડા ન મળી શકે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, છૂટાછેડાની અરજી કર્યા બાદ રુપેશ કોર્ટમાં હાજર નહોતો રહેતો. બીજી તરફ, રુપાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે, તે રુપેશ સાથે રહેવા માટે તૈયાર છે. જો રુપેશ તેને રાખવા તૈયાર ન હોય તો તે મહિને 20,000 રુપિયા ભરણપોષણ ચૂકવે