નવી દિલ્હી : સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સકારાત્મક અસર જૂનમાં માલભાડા પરિવહનમાં ઘટાડાના સ્વરૂપમાં જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોએ દેશના લગભગ 90% રૂટ પર માલ ભાડામાં ઘટાડો કર્યો છે. આટલું જ નહીં ડીઝલના નીચા ભાવને કારણે ફ્રી-કેશ ફ્લો એટલે કે રોકડ અને ટ્રાન્સપોર્ટરોના નફાના માર્જિનમાં પણ વધારો થયો છે.રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ અનુસાર જૂનમાં દેશના 159 રૂટમાંથી 144 રૂટમાં નૂરમાં ઘટાડો થયો છે, 12 રૂટમાં વધારો થયો છે અને 3માં યથાવત છે. ક્રિસિલ પાન-ઈન્ડિયા ફ્રેઈટ ઈન્ડેક્સ (CRISFREX) જૂનમાં ઘટીને 123 પોઈન્ટ થઈ ગયો હતો જે મે મહિનામાં 126 હતો. મે મહિનામાં 92 રૂટ પર માલ ભાડામાં ઘટાડો થયો હતો અને 41માં વધારો થયો હતો. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે રહ્યા હતાએપ્રિલમાં 143 રૂટ પર માલ ભાડામાં વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં ટ્રાન્સપોર્ટરોનો ફ્રી કેશ ફ્લો (FCF) એપ્રિલના સ્તરે પહોંચી ગયો છે. માર્જિન પણ મે મહિનામાં 18 ટકાથી 100 બેસિસ પોઈન્ટ વધીને 19 ટકા થઈ ગયું છે. જો કે, આ સમયગાળા દરમિયાન, ઘણા ક્ષેત્રોમાં કાફલાનો ઉપયોગ પણ ઘટ્યો છેટ્રક દીઠ સરેરાશ ફેરા મે મહિનામાં 116 અને એપ્રિલમાં 117 હતી તે ઘટીને 111 થઈ ગયા હતા. આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધુ ઘટાડો થાય તો ભાડામાં પણ ઘટાડો થઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી આ સેક્ટર મુશ્કેલીના સમયમાંથી પસાર થતો હતો. ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ માલ ભાડામાં ઘટાડો થવાના કારણે ફરી વેગવંતી બની છે. જોકે, હજુ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી નથી