મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...
સિદ્ધારમૈયાની રાજકીય સફર
સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. શરૂઆતથી જ તેઓ સીએમ પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની વહીવટી પકડ ગણવામાં આવે છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે.
સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે
સિદ્ધારમૈયા અને ડીકે બંને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં તેઓ ખડગેની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. સિદ્ધારમૈયા 2013થી 2018 સુધી કર્ણાટકના સીએમ હતા. આ દરમિયાન તેણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ સ્થિતિમાં મુસ્લિમ સમુદાયમાં તેમનો સારો પ્રભાવ છે. સિદ્ધારમૈયા કુરુબા સમુદાય માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે. સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.