સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ગ્રૂપ આમ્રપાલીની બહાનાબાજી પર મંગળવારે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગ્રૂપના ત્રણ ડાયરેક્ટર- અનિલકુમાર શર્મા, શોવ પ્રિયા અને અજય કુમારને પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે કહ્યું કે- સંતાકૂકડીની રમત ઘણી થઈ. જ્યાં સુધી તમે અમારા આદેશોનું અનુપાલન નહીં કરો, દસ્તાવેજ નહીં સોંપીએ, ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં જ રહેશો. આમ્રપાલી ગ્રૂપ પર 40 હજાર ખરીદદારોને સમયાનુસાર ઘરનું પઝેશન ન આપવાનો આરોપ છે. ખરીદદારોએ ઘર મળવામાં મોડું થયું હોવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
કોર્ટે પહેલાં કહ્યું હતું- વધુ સ્માર્ટ બન્યાં તો એક-એક સંપત્તિ વેચીને બેઘર કરી દઈશું
– જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ યુયુ લલિતની બેંચે ગત સુનાવણીમાં કહ્યું હતું, “સાચી સમસ્યા એ છે કે તમે લોકોએ ઘરનું પઝેશન આપવામાં મોડું કર્યું. તમને તમામ પ્રોજેક્ટ પૂરાં કરવા માટે કેટલી રકમની જરૂર પડશે અને તમે તેની વ્યવસ્થા ક્યાંથી કરશો?”
– આ અંગે ગ્રૂપે જવાબ આપ્યો કે પ્રોજેક્ટ પૂર કરવા માટે અમને લગભગ 4000 કરોડ રૂપિયાની જરૂર પડશે. બેંચે પૂછ્યું કે તમે 2,764 કરોડ રૂપિયાનું ફંડ ડાયવર્ટ કર્યું છે તેને કઈ રીતે પરત કરશો?
– બેંચે હાલના અને 2008 પછી ગ્રૂપ છોડનારાં ડાયરેક્ટર અંગે પણ સવાલ કર્યા હતા અને કહ્યું કે- 15 દિવસની અંદર ગ્રૂપના પ્રબંધ નિર્દેશકો અને નિર્દેશકોની અચલ સંપત્તિની જાણકારી રજૂ કરો.
– કોર્ટે તેમ પણ કહ્યું હતું કે આમ્રપાલીના પ્રોજેક્ટની સંભાળ કરી રહેલી કંપનીઓને જાણકારી આપો. તેમ પણ કહ્યું કે તેઓએ કેટલું ફંડ જમા કર્યું અને કેટલું ખર્ચ કર્યું. કોર્ટે વિજળી કંપનીઓને ગ્રૂપના બે પ્રોજેક્ટને ફરી કનેક્શન આપવાના પણ નિર્દેશ આપ્યાં હતા.
NBCCએ માંગ્યો હતો પ્રસ્તાવ
– 2 ઓગસ્ટે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ (NBCC)એ કોર્ટને કહ્યું હતું કે તેઓ આમ્રપાલી ગ્રૂપનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે તૈયાર છે.
– NBCCના પ્રસ્તાવ પર બેંચે કહ્યું હતું કે 30 દિવસની અંદર પૂરતાં પ્રસ્તાવ રજૂ કરો અને તેમ પણ જણાવ્યું કે નક્કી કરેલા સમયમાં પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરશો. આ પહેલાં સુનાવણી દરમિયાન કોર્ટે ગ્રૂપને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તેઓ ગંદી રમત રમી રહ્યાં છે.
– કોર્ટે ગ્રૂપની તમામ 40 કંપનીઓની અચલ સંપત્તિઓ અને બેંક એકાઉન્ટ એટેચ કરવાના નિર્દેશ આપ્યાં હતા. સાથે જ 2008થી અત્યાર સુધીમાં બેંક એકાઉન્ટ્સની જાણકારી પણ માંગી હતી અને તેને સીઝ કરવાના નિર્દેશ પણ આપ્યાં હતા.