આવકવેરા વિભાગે દુબઈમાં મોંઘી પ્રોપર્ટી ખરીદનારા 7500 ભારતીયો વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિભાગની ગુપ્તચર અને ગુનાકીય શાખાએ તે ભારતીયોના ડેટા કાઢ્યાં છે જેને થોડાંક કેટલાંક વર્ષોમાં દુબઈના રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. તે વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ રોકાણના ફંડનો સોર્સ શું રહ્યો અને શું આ લોકોએ આવકવેરા વિભાગને માહિતી આપી?
ત્રણ મહિનામાં 6006 કરોડ રૂપિયાનું રોકાણ
– ઈન્ડિયન એક્સપ્રેસે દુબઈ લેન્ડ ડેવલપમેન્ટના અહેવાલથી જણાવ્યું કે વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 1,387 ભારતીયોએ દુબઈમાં 6006 કરોડ રૂપિયા (3 બિલિયન દિરહામ)નું રોકાણ કર્યું છે. તો 2017માં ભારતીયોએ 31,221 કરોડ (15.6 બિલિયન દિરહામ)નું રોકાણ કર્યું હતું.
– દુબઈ લેન્ડ ડેવલપમેન્ટ મુજબ, 2013થી 2017 વચ્ચે ભારતીયોએ લગભગ 1.67 લાખ કરોડ રૂપિયા (83.65 બિલિયન દિરહામ)ની પ્રોપર્ટી ખરીદી. ભારતીય કાયદા મુજબ દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાનું ગેર કાયદેસર નથી. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 મુજબ ભારતીય પ્રવાસી અને અપ્રવાસી વિદેશમાં અચલ સંપત્તિ ખરીદી શકે છે.
– રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ એક નાગરિક વિદેશી પ્રોપર્ટીઝ અને સિક્યોરિટીઝમાં વાર્ષિક 2,50,000 ડોલરનું રોકાણ કરી શકે છે. જો કે નિયમો મુજબ એવા વ્યક્તિને આઈટી રિટર્ન્સમાં વિદેશ સંપત્તિની જાહેરાત કરવી પડે છે.
– કાળું ધન રોકથામ અધિનિયમ અંતર્ગત અઘોષિત વિદેશ આવક અને સંપત્તિ પર 30% ટેક્સ લાગે છે. રિટર્ન્સમાં ડિસક્લોઝ ન કરવા પર ગુનાકીય કેસ તો બને છે સાથે જ 300% દંડની પણ જોગવાઈ છે.
2014થી 12 હજાર કરોડની વૃદ્ધી
– રિપોર્ટ મુજબ 2014થી તેમાં 12 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. દર વર્ષે ભારતીયો દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા માટે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરે છે. જ્યારે કે દુબઈમાં કુલ વેચાણ એક લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
– દુબઈ પ્રોપર્ટી શો દ્વારા જાહેર સ્ટેટમેન્ટ મુજબ જાન્યુઆરી 2016થી જૂન 2017 વચ્ચે ભારતીયોએ 42 હજાર કરોડની સંપત્તિ ખરીદી હતી.
આ પ્રોપર્ટીમાં ભારતીયોએ કર્યું રોકાણ
– 33 ટકા ભારતીયોએ પોતાનું રોકાણ એપાર્ટમેન્ટ ખરીદવામાં કર્યું છે. તો વિલામાં 17 ટકા, કોમર્શિયલ પ્રોપર્ટીમાં 9 ટકા, જમીનમાં 6 ટકા અને બાકીના 35 ટકા અન્ય જગ્યાઓ પર છે.
– જે ભારતીયોએ અહીં રોકાણ કર્યું છે તેમાં મોટા ભાગના મુંબઈ, પૂણે, અમદાવાદ અને નવી મુંબઈના રહેવાસી છે.
દુબઈમાં પ્રોપર્ટી ખરીદીવી સસ્તી
– મુંબઈ અને દિલ્હી જેવાં ટિયર 1 ભારતીય શહેરોની તુલનાએ દુબઈમાં પ્રોપર્ટી ખરીદવી ઘણી જ સસ્તી હોય છે. સેન્ટ્રલ દુબઈમાં પ્રતિ વર્ગ ફુટ પ્રોપર્ટીની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે. જે સેન્ટ્રલ દિલ્હી અને મુંબઈની તુલના ઘણી જ ઓછી છે. જ્યારે કે દુબઈમાં રિટર્ન ટેક્સ મુકત અને સારું છે.
– સુરક્ષાની દ્રષ્ટીએ પણ દુબઈ ઘણું જ મહત્વનું છે. દુબઈમાં ખરીદનારની પ્રોપર્ટી ઘણી જ સુરક્ષિત છે. પરિણામે ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ સતત દુબઈમાં રોકાણ કરવા આકર્ષાય છે. અહીંનું વાતાવરણ પણ પારદર્શી અને બિઝનેસ ફ્રેન્ડલી છે.
આ સ્ટાર્સ પણ ધરાવે છે દુબઈમાં પ્રોપર્ટી
– દુબઈમાં ભારતીયોની વસ્તી ઘણી જ વધારે છે. તેનાથી તેઓ પોતાને સુરક્ષિત અનુભવે છે.
– ભારતીયો માટે બીજા ઘર જેવું છે દુબઈ.
– દુબઈના પામ જૂમીરામાં શાહરૂખ ખાનનો લગ્ઝરી હોલિડે હોમ છે.
– આ રીતે જ અભિષેક બચ્ચન અને તેમની પત્ની એશ્વર્યા રાય બચ્ચન જમીરાના ગોલ્ડ એસ્ટેટ્સમાં એક મોટી પ્રોપર્ટી ધરાવે છે.
– શિલ્પા શેટ્ટીનો પણ એક બંગલો દુબઈમાં છે