Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસા બાદ તુરંત જ ઉનાળાનું આગમન થઇ ગયું હોય તેવી તાપ વરસાવતી ગરમી પડી રહી છે. સોમવારે કંડલા એરપોર્ટમાં 41 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. અમદાવાદમાં 38.2 : હજુ આગામી પાંચ દિવસ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે.
સોમવારે અમદાવાદમાં 38.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હજુ આગામી 3 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ 23.4 ડિગ્રી સાથે અમદાવાદનું સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે નોંધાયું હતું.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુતમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો.
શહેર તાપમાન
કંડલા એરપોર્ટ 41.0
ડીસા 40.8
ભુજ 40.6
રાજકોટ 39.6
અમરેલી 38.4
શહેર તાપમાન
અમદાવાદ 38.2
ગાંધીનગર 38.0
વડોદરા 37.4
ભાવનગર 37.0
સુરત 35.9