નવીદિલ્હી,તા. ૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખેડુતો માટે ૧૫મી ઓગષ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરવા જઇ રહી છે. આ પેન્શન સ્કીમના ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા છે. નાણાં મંત્રાલય અને કૃષિ મંત્રાલય વચ્ચે આ મુદ્દા પર વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આની જાહેરાત ૧૫મી ઓગષ્ટના દિવસે કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને સ્કીમ શરૂ કરવા માટે વ્યવસ્થા તૈયાર કરવા માટે સુચના આપી દીધી છે. આ યોજના હેઠળ એલઆઇસી ખેડુતોના પેન્શન ફંડને મેનેજ કરશે. આ પેન્શન સ્કીમ હેઠળ ખેડુતોને ૬૦ વર્ષ બાદ ૩૦૦૦ રૂપિયા મહિને આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારની મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં જ ખેડુતો માટે એક પેન્શન યોજનાને મંજુરી આપવામાં આવી હતી. આનો હેતુ પ્રથમ ત્રણ વર્ષના ગાળામાં જ પાંચ કરોડ લાભાર્થીઓને આ યોજનાની હદમાં લાવવા માટેનો છે. નવી યોજનાના સંબંધમાં રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી ચુકી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વહેલી તકે માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. આ સ્કીમમાં રાજય સરકારોનો પૂર્ણ સહકાર મેળવવામાં આવનાર છે. રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે તેઓ વધુને વધુ ખેડુતોને લાભ મળી શકે તે માટે સહકાર આપે તે જરૂરી છે. સ્કીમમાં નાણાંકીય સંબંધિત પાસા પર સહમતી થઇ ગઇ છે. જારદાર રીતે પ્રતિક્રિયા મળી શકે છે. વડાપ્રધાન ખેડુત પેન્શન યોજનાના લાભ મેળવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. શરતો પૈકી કહેવામાં આવ્યુ છે,કે પેન્શન યોજના હેઠળ લાભાર્થીની યોજના સાથે જાડાવવાના સમય વય ૨૯ વર્ષની રહે તે જરૂરી છે. જા તેની વય ૨૯ વર્ષની છે તો તેને મહિને ૧૦૦ રૂપિયાનુ યોદગાન આપવાનુ રહેશે. આના અર્થ એ થયો કે જા વય ઓછી છે તો યોગદાન પણ ઓછુ આપવાનુ રહેશે. ૨૯ વર્ષ કરતા વય વધારે છે તો યોગદાન વધારે રહેશે. કેન્દ્ર સરકાર પણ આમાં એટલુ જ યોદગાન આપનાર છે. સુત્રોના કહેવા મુજબ કિસાન પેન્શન યોજના માટે લાભ લેવા માટે વય ૧૮થી ૪૦ વર્ષની રહે તે જરૂરી છે.આ સ્કીમમાં ૬૦ વર્ષથી ઉપરની વયના ખેડુતોને ૩૦૦૦ રૂપિયાની પેન્શન મળશે. ખેડુતો માટે આ સ્કીમ સ્વૈચ્છક રહેશે. આમાં અડધો હિસ્સો ખેડુત અને અડધો હિસ્સો સરકાર ઉપાડનાર છે. સ્કીમને સફળ બનાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. રાજ્યોના સહકાર પર વાતચીત થઇ રહી છે.રાજ્યોની સાથે સહકારને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. ખેડુતો ચોક્કસ સમયગાળામાં ઉલ્લેખનીય સફળતા મેળવીને આગળ વધવા માટે તૈયાર છે. ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવી રહ્યા છે.