Monday, March 9, 2026
HomeGujaratબજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7232 કરોડની જોગવાઈ...

બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7232 કરોડની જોગવાઈ કરવામાં આવી

Date:

spot_img

Related stories

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...
spot_img

ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર ગૃહમાં રજુ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિધાનસભામાં 76 બજેટ રજૂ થયા છે અને આજે 77મું બજેટ રજૂ થઈ રહ્યું છે અને આ બજેટ 2,27,029 કરોડનું છે. તેમજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સરકારે તે માટે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વાવણીથી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે. નાણામંત્રી નીતિન પટેલે બજેટ જાહેર કરતા જણાવ્યું હતું કે, આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. 10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ.82 કરોડની જોગવાઈ બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. 55 કરોડની જોગવાઈ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. 50 કરોડની જોગવાઇ. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. 10 હજાર તથા બીજા વર્ષે રૂ. 6 હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. 32 કરોડની જોગવાઈ.  ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.20 કરોડની જોગવાઈ ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. 12 કરોડની જોગવાઈ. રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. 2 કરોડની જોગવાઇ.  

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

ભારત મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય લખી રહ્યું છે:...

 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના...

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here