
અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત રીતે શુભદાયી સોનાની ખરીદી કરવાનો સમય છે ત્યારે રોકાણકારો સોનામાં ચાલી રહેલી તેજીમાં ભાગ લેવા માટે સરળ એવો ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)નો માર્ગ અપનાવી શકે છે. આ મહિનાના પ્રારંભે સોનાની કિંમતો ઔંસદીઠ 3,245 યુએસ ડોલરની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચી હતી. રોકાણકારો ફુગાવાની ચિંતાઓ, નબળો ડોલર અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓના લીધે સુરક્ષિત મનાતી એસેટ્સ તરફ વળ્યા હોવાના લીધે આ વૃદ્ધિ જોવા મળી છે.ગોલ્ડ ઇટીએફ આ કિંમતી ધાતુમાં એક્સપોઝર મેળવવા માટે અસરકારક અને પારદર્શક રોકાણ માર્ગ તરીકે ઊભરી આવ્યા છે. આ પેસિવલી મેનેજ્ડ ફંડ્સ સ્થાનિક સ્તરે સોનાની કિંમતો ટ્રેક કરે છે અને વધુ સારી તરલતા તથા કિંમતોની સ્પષ્ટતા પૂરી પાડે છે.ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે ગોલ્ડ ઈટીએફથી રોકાણકારો કિફાયતી અને સુગમ રીતે સોનામાં લાંબા ગાળાની સંભાવનામાં એક્સપોઝર મેળવી શકે છે. ડોલર નબળો પડવાથી, સેન્ટ્રલ બેંકની ખરીદી અને રોકાણકારો હેજ તરીકે ઉપયોગ કરી રહ્યો હોવા સહિતના વિવિધ કારણોના લીધે સોનું સારું પ્રદર્શન કરી રહ્યું છે. અમે સોના અંગે રચનાત્મક છીએ અને માનીએ છીએ કે મધ્યમથી લાંબા ગાળાને જોતા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં તેનો ઉમેરો કરી શકાય છે.સોનું એ ફુગાવા સામે અસરકારક હેજ છે અને તે ભૂરાજકીય તથા આર્થિક અનિશ્ચિતતાઓના સમયમાં સુરક્ષા પૂરી પાડે છે. આથી રોકાણકારો સારી રીતે નક્કી કરેલી લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનાના ભાગરૂપે આ અક્ષય તૃતીયાએ પોતાના પોર્ટફોલિયોમાં ગોલ્ડ ઈટીએફ ઉમેરવા અંગે વિચાર કરી શકે છે.ગોલ્ડ ઇટીએફમાં તાજેતરના મહિનાઓમાં રોકાણકારોનો વધેલો રસ તેમની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં વધારામાં જોઈ શકાય છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા દર્શાવે છે કે ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં સરેરાશ એયુએમ 31 માર્ચ, 2025ના રોજ રૂ. 57,101 કરોડે પહોંચી છે જે વાર્ષિક ધોરણે 90 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે કે કેવી રીતે રોકાણકારો બજારની અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક હેજ તરીકે સોનાની વધુને વધુ પસંદગી કરી રહ્યા છે.અન્ય પ્રવર્તમાન ગોલ્ડ ઇટીએફમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી દર્શાવનાર પૈકીના એક તરીકે ટાટા એસેટ મેનેજમેન્ટના ગોલ્ડ ઇટીએફે ગયા વર્ષે 31.3 ટકાનું વાર્ષિક વળતર આપ્યું હતું અને તેની એયુએમ 31 માર્ચ, 2025ના રોજ વધીને રૂ. 3,087 કરોડ થઈ હતી જે એક વર્ષ પહેલા રૂ. 192 કરોડ હતી (સ્ત્રોતઃ આંતરિક ડેટા). ફંડ રોકાણકારોને ફુગાવો અને કરન્સીના જોખમો સામે તેમનો પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ કરવા અને હેજ કરવા માટે સુગમ માર્ગ પૂરો પાડે છે.