કોરોના મહામારી બાદ ભારતની મેન્યુફેક્ચરીંગ સેક્ટરની કામગીરી ઘણી ઉત્સાહજનક રહી છે. જુલાઇમાં વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે માગ ખુલી હોવાથી જુલાઇમાં પીએમઆઇ ઇન્ડેક્સ છેલ્લા ત્રણ માસ બાદ સૌથી વધુ 55.3 નોંધાયો છે. દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ જુલાઈમાં મજબૂત માંગની સ્થિતિ અને કેટલાક સ્થાનિક કોવિડ -19 નિયંત્રણો હળવા હોવા વચ્ચે જુલાઈમાં ત્રણ મહિનામાં સૌથી મજબૂત વૃદ્ધિ દર જોવા મળ્યો હોવાનું માસિક સર્વેમાં જણાવાયું છે.આઇએચએસ માર્કીટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) જૂનમાં 48.1 થી વધીને જુલાઈમાં 55.3 થયો છે, જે ત્રણ મહિનામાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. PMI ઇન્ડેક્સમાં 50 થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે 50થી નીચેનો સ્કોર સંકોચન દર્શાવે છે. “ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર જૂનમાં જોવા મળેલા પુન રિકવર પ્રાપ્ત થતો જોવા માટે પ્રોત્સાહક છે. ઉત્પાદનમાં ઝડપી વધારો થયો છે એક તૃતીયાંશ કંપનીઓ ઉત્પાદનમાં માસિક વિસ્તરણ નોંધે છે નવા વેપારમાં સુધારા અને સ્થાનિકમાં સરળતા વચ્ચે કોવિડ -19ના હળવા પ્રતિબંધોને આભારી છે તેમ IHS માર્કિટના અર્થશાસ્ત્રના પોલીન ડી લિમાએ જણાવ્યું હતું.વધુમાં ઉમેર્યું કે જો કોવિડ ઓછો થતો રહે તો અમે કેલેન્ડર વર્ષ 2021 માટે ઔદ્યોગિક ઉત્પાદનમાં 9.7 ટકા વાર્ષિક વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. ફુગાવાના મોરચે, ઇનપુટ ખર્ચમાં ઘટાડા સામે હજુ પણ તીવ્ર વધારો થયો છે. આઉટપુટ ચાર્જમાં પણ વધારો થયો હતો, જોકે, ઘણી કંપનીઓએ વેચાણ વધારવાના પ્રયત્નો વચ્ચે વધારાના ખર્ચનો બોજ પોતાની પર ભાર ઉપાડ્યો છે. કંપનીઓએ સાત મહિના માટે ઇનપુટ ખર્ચ અને આઉટપુટ ચાર્જમાં ધીમી વૃદ્ધિનો સંકેત આપ્યો. અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઈ બેઠકમાં વ્યાજ દર યથાવત રાખે તેવું અનુમાન છે.ભરતીના મોરચે જુલાઈમાં રોજગારીમાં નજીવો વધારો થયો હતો. મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથના કારણે 15 મહિના બાદ નોકરીમાં વૃદ્ધિ જોવા મળી છે. મર્યાદિત કામગીરી હોવા છતાં, રોજગારીમાં વધારો કોવિડ -19 ની શરૂઆત પછીનો પ્રથમ મહિનો રહ્યો હતો. કંપનીઓના ખર્ચનો બોજો સતત વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા હજુ મોટા પાયે રોજગારીનું સર્જન થાય તેવા સંકેતો નહિંવત્ છે.