સોનામાં રેકોર્ડ તેજીના સંકેતો: સોના-ચાંદીમાં મંદીનાં તમામ કારણો ડિસ્કાઉન્ટ,ગમે ત્યારે તેજીની સંભાવના

0
40
આગામી 3 થી 5 વર્ષોમાં સોનું 3000 થી 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે સરેરાશ રૂ.78690 થી 131140 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે
આગામી 3 થી 5 વર્ષોમાં સોનું 3000 થી 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે સરેરાશ રૂ.78690 થી 131140 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે

સોનામાં બે તરફી રેન્જ જોવા મળી છે. જોકે, ઘટાડાના તમામ કારણો બૂલિયન એનાલિસ્ટો ડિસ્કાઉન્ટ કરી રહ્યાં છે અને બીજી તરફ ગમે ત્યારે તેજીના સંકેતો દર્શાવી રહ્યાં છે. વિશ્વભરમાં સેન્ટ્રલ બેન્કોના પ્રોત્સાહનના કારણે રોકાણકારો દ્વારા નબળો પ્રતિસાદ મળતા ફરી સલામત રોકાણ સોનામાં રેકોર્ડ તેજીના સંકેતો મળી રહ્યાં છે. સ્પેનના ક્વાડ્રિગા ફંડના પૂર્વાનુમાન મુજબ આગામી 3 થી 5 વર્ષોમાં સોનું 3000 થી 5000 ડોલર પ્રતિ ઔંસ એટલે સરેરાશ રૂ.78690 થી 131140 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.વૈશ્વિક બજારમાં આજે સોના-ચાંદીમાં ભાવ નજીવી રેન્જમાં અથડાઇ ગયા હતા. સોનું 1815 ડોલર અને ચાંદી 25.35 ડોલર ક્વોટ થતી હતી. જ્યારે અમદાવાદ ખાતે સોનું નજીવું ઘટી રૂ.49650 અને ચાંદી 500ના ઘટાડા સાથે રૂ.69000 બોલાતી હતી. 1858 કરોડ રૂપિયાના ક્વાડ્રિગા ઇગ્નિયો ફંડના પ્રબંધન કરનાર ડિએગો પારિલ્લાના મતે અત્યંત ઢીલી મૌદ્રિક અને રાજકોષીય નીતિઓના કારણે દીર્ધકાલીન નુકસાનને લઇ વ્યાપક જાગરૂકતા નથી. કૃત્રિમ રૂપથી ઓછા વ્યાજ દરોના પરિસંપત્તિઓના એટલા મોટા પાયે રજૂઆત કરી છે કે જ્યારે તે ફુગ્ગો ફુટશે તો કેન્દ્રિય બેન્કો માટે સંભાળવું મુશ્કેલ બનશે. સ્પેનના મેડ્રિડ સ્થઇત ક્વાડ્રિગા ફંડે 2016માં પૂર્વાનુમાન લગાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં સોનું રેકોર્ડ સ્તરે આંબશે.ફંડ મેનેજરનું કહેવું છે કે સોનાને મજબૂત કરનાર કારણ મજબૂત છે પરંતુ તે વધુ મજબૂત બનશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીના કારણે ઓગસ્ટ 2020માં સોના અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી 54500 પ્રતિ 10 ગ્રામ આસપાસ પહોંચ્યું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી સોનું 47000 રૂપિયા આસપાસ ક્વોટ થઇ રહ્યું છે.જોકે, સોનું નીચામાં 44600 સુધી વર્ષના અંત સુધીમાં પહોંચી શકે છે. અને ત્યારબાદ 2022માં પણ ટ્રેન્ડ નરમ રહી શકે છે. નવીદિલ્હી ખાતે સોનું ઘટી 46917 તથા ચાંદી 66473 બોલાઇ રહી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ બે તરફી રેન્જ રહી હતી. પ્લેટિનમ ઘટી 1063 ડોલર જ્યારે પેલેડિયમ 2687 ડોલર ક્વોટ થઇ રહ્યું છે.