Wednesday, January 8, 2025
HomeGujaratHMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં...

HMPVની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આઇસોલેશન વોર્ડ તૈયાર

Date:

spot_img

Related stories

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...
spot_img
hmpv

સમગ્ર વિશ્વને કોરોના વાઇરસના ભરડામાં નાખનારા ચીનમાંથી હવે વધુ એક વાઇરસ HMPV નો ફેલાવો થયો છે અને ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આ એચએમપીવી વાઇરસની એન્ટ્રી થઇ ગઇ છે. સોમવારે ભારતમાં પ્રથમ કેસ નોંધાયો એટલુ જ નહીં એક સાથે ત્રણ કેસો સામે આવ્યા છે. કર્ણાટકમાં બે જ્યારે ગુજરાતમાં એક કેસ નોંધાયો છે. જેને પગલે હાલ મોટાભાગના રાજ્યો એલર્ટ થઇ ગયા છે. દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોને સારવાર માટેની તૈયારી રાખવાની સુચના આપી દીધી છે. આ વાઇરસના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા જ માનવામાં આવે છે તેમ છતા આ વાઇરસ કોરોના કરતા અલગ છે.ગુજરાતમાં એચપીએમવીનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરના બે માસના બાળકને બે સપ્તાહથી શરદી-તાવ-ઉધરસની સમસ્યા હતી. બાળકની સ્થિતિમાં સુધારો નહીં થતાં તેને મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ ત્યાં સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નહીં જણાતા અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ બાળકની સ્થિતિ નાજૂક હતી અને તે પાંચ દિવસ વેન્ટિલેટર પર હતું. અલબત્ત, ધીરે-ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો છે અને હવે ટૂંક સમયમાં તેને રજા મળી જશે. બાળક સારવાર હેઠળ હતું ત્યારે જ ખાનગી લેબમાં ટેસ્ટ કરાતાં તેનો રીપોર્ટ એચએમપીવી પોઝિટિવ આવ્યો હતો. કુલ ત્રણમાંથી બે કેસો કર્ણાટકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા ડિટેક્ટ કરાયા હતા, બેંગલુરુની બાપટિસ્ટ હોસ્પિટલમાં એઠ ત્રણ મહિનાની બાળકીને દાખલ કરાઇ છે. જ્યાં તપાસ કરતા તેનામાં એચએમપીવી વાઇરસ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક આઠ મહિનાના બાળકમાં પણ આ જ વાઇરસ મળી આવતા તેને પણ બેંગલુરુની એ જ હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં અગાઉ એક બાળકીની સારવાર શરૂ કરાઇ હતી. ગુજરાતમાં અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં બે મહિનાના બાળકમાં આ જ વાઇરસ મળી આવ્યો હતો. બાળક મૂળ રાજસ્થાનનું છે અને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં ૨૪મી ડિસેમ્બરના રોજ દાખલ કરાયું હતું. હાલમાં આ બાળક વેન્ટિલેટર પર રખાયું છે પરંતુ તેનું સ્વાસ્થ્ય સ્થિર છે. દેશમાં પ્રથમ વખત આ એચએમપી વાઇરસની એન્ટ્રી થતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંત્રાલય સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આઇસીએમઆર આવા કેસોને ટ્રેસ કરવાની કામગીરી કરી રહ્યું છે. કોરોના વાઇરસની જેમ આ વાઇરસમાં પણ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચીનથી આવેલા આ નવા વાઇરસને એચએમપીવી એટલે કે હ્યૂમન મેટાન્યૂમોવાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. આ વાઇરસ મૂળ પેરામિક્સોવિરિડીએમાંથી આવ્યો છે. સૌ પ્રથમ આ વાઇરસના સંકેતો વર્ષ ૨૦૦૧માં મળ્યા હતા પરંતુ તે વર્ષોથી ક્યાંય જોખમકારક સ્થિતિમાં જોવા નહોતો મળ્યો. આ વાઇરસને કારણે શ્વાસ સાથે સંકળાયેલી બીમારીઓ થાય છે, વાઇરસની લપેટમાં આવી ગયેલા બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે સાથે જ ઉધરસ, તાવ વગેરેના લક્ષણો જોવા મળે છે. મોટાભાગના મામલામાં બાળકો આ વાઇરસનો ભોગ વધુ બનતા જોવા મળ્યા છે. તેમાં પણ પાંચ વર્ષથી ઓછી વયના બાળકો પર આ વાઇરસનો ખતરો વધુ રહેલો છે.બે કેસો સામે આવ્યા બાદ કર્ણાટકમાં રાજ્ય સરકારે જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે જ ટિશ્યૂ પેપર અને હેન્ડકરચિફનો ફરી ઉપયોગ ના કરવો, બિમાર લોકો સાથે સીધા સંપર્કમાં ના આવવું, અન્યોએ ઉપયોગમાં લીધેલા ટોવેલ્સ અને ચાદરો વગેરે ઉપયોગ અન્યોયે ના કરવો, હાથ ધોતા રહેવું વગેરે તકેદારી રાખવી, જો છીંકો કે ઉધરસ આવે તો મોઢાને ઢાંકવા માટે કપડાનો ઉપયોગ કરો. જો કફ, ઉધરસ હોય તો જાહેર સ્થળે ના જવાની લોકોને વિનંતી કરાઇ છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે આ વાઇરસ નવો નથી, વર્ષ ૨૦૦૧થી તે વિશ્વમાં અનેક સ્થળે જોવા મળ્યો છે. ભારતમાં આ વાઇરસને લઇને કોઇ ચિંતાજનક સ્થિતિ નથી. વાઇરસ હવા, સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સામાન્ય રીતે શિયાળામાં આ વાઇરસ વધુ ફેલાતો જોવા મળે છે.

HMPV વાઇરસ કેવી રીતે ફેલાય છે :


એચએમપી વાઇરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વાઇરસ હોય તેવી વસ્તુઓના સ્પર્શ કરવાથી પણ તેનો ચેપ લાગી શકે છે. જો કોઇ વ્યક્તિ આ વાઇરસથી સંક્રમિત હોય અને તે છીંકે કે તેને ઉધરસ આવે તો વાઇરસના કિટાણુ હવામાં અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. સંક્રમિત દર્દી કોઇને ભેંટે, હાથ મિલાવે, દરવાજાના હેન્ડલ, કી-બોર્ડ કે કોઇ પણ વસ્તુને સ્પર્શ કરે તો તેમાં વાઇરસના કિટાણુ છોડી જાય છે અને તેના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોનાની જેમ આ વાઇરસના સેંપલ પણ નાંક અથવા તો ગળામાંથી લેવામાં આવે છે.

અમદાવાદની જાણીતી ખાનગી સ્કૂલોને 15 કરોડનો GST ભરવા નોટિસ, સમજો ટેક્સ ચોરીનો ખેલ

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here