કોરોનાને લીધે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત સેક્ટર રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીની 2 લાખથી વધુ રેસ્ટોરન્ટ છેલ્લા 15 માસમાં બંધ થઈ છે. પરિણામે 30થી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. કોરોના પહેલા દેશમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગનો વાર્ષિક રૂ. સવા ચાર લાખ કરોડનો બિઝનેસ હતો, જે હવે રૂ. 1.25 લાખ કરોડ થયો છે. અમારા એસોસિએશન સાથે 5 લાખથી વધુ રેસ્ટોરન્ટ્સ સંકળાયેલ છે. પ્રથમ લહેરમાં, લગભગ 30 ટકા રેસ્ટોરન્ટ કાયમી બંધ કરવામાં આવી હતી. બીજી લહેરમાં પણ આશરે 10 ટકા રેસ્ટોરન્ટ બંધ થઈ છે. આ મુજબ, કોરોના મહામારીના લીધે, દેશમાં લગભગ 2 લાખ રેસ્ટોરન્ટને તાળા વાગ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 73 લાખ લોકોમાંથી અડધા એટલે કે 30 થી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ છે.ફાઇન ડાઇનિંગ પર સૌથી વધુ અસર થઈ છે. આ સિવાય નાઈટ ક્લબ, બેંક્વેટ હોલ, બાર પર પણ અસર જોવા મળી છે. ક્યૂએસઆર એ ડિલિવરી આધારિત બિઝનેસ હોવાથી તેમાં રિકવરી થઈ છે.રેસ્ટોરન્ટમાં જવું એ પહેલાં સામાન્ય હતું, હવે એવું નથી. લોકોની ડિસ્પોઝેબલ ઈનકમ ઓછી થઈ છે. તેથી તે કામચલાઉ પણ હોઈ શકે છે. એવી અપેક્ષા છે કે, એકવાર વેક્સિનેશન પૂર્ણ થયા બાદ તમામ નિયંત્રણો દૂર કર્યા બાદ ગ્રાહકો પહેલાંની જેમ રેસ્ટોન્ટમાં આવવાનુ શરૂ કરશે.કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર અને પાલિકા સુધી દરેક આપણા માટે નિયમો અને કાયદા બનાવે છે, પરંતુ કોઈ રાહત આપતું નથી. જો કે, અમને એમએસએમઇઓને આપવામાં આવેલી ક્રેડિટ સ્કીમનો ઘણો ફાયદો થયો છે. પરંતુ લિક્વિડિટીમાં વધુ સહાય મળવાની અપેક્ષા છે. અમારી માંગ છે કે જીએસટી પરના ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પુન: મૂલ્યાંકન કરવામાં આવે. આ સિવાય સરકારે ઇ-કોમર્સ માટે એવી નીતિ બનાવવી જોઈએ કે, જેનો લાભ તમામ હિતધારકોને મળે. ફક્ત અમુક પસંદગી સુધી સીમિત ન રહી જાય.અમે ઓર્ડર ડાયરેક્ટ નામનું અભિયાન શરૂ કર્યું છે. આમાં, અમે ગ્રાહકોને લિંક મોકલીને સીધુ રેસ્ટોરન્ટમાં ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પ્રદાન કરી રહ્યા છીએ. ડિલીવરી એપ પર પણ કામ ચાલી રહ્યું છે. 40-50 હજાર રેસ્ટોરન્ટનું ટાઈઅપ કરવામાં આવ્યુ છે. અમારું માનવું છે કે સ્વીગી અથવા ઝોમેટોને અમે જે કમિશન આપીએ છીએ તેના બદલે, જો અમે ગ્રાહકોને આ લાભ આપીએ, તો વધુ ગ્રાહકો અમારી સાથે જોડાશે.રેસ્ટોરન્ટની કામગીરી કરવાની રીત બદલાઈ છે. હવે ન્યૂ નોર્મલ હેઠળ 50 ટકા બિઝનેસ ઓક્યુપન્સી સાથે કામ કરી રહ્યા છે. ડિલિવરી બિઝનેસ અમુક અંશ સુધી સર્વાઈવ કરી રહ્યો છે. પરંતુ તેમાં અન્ય પડાકરો છે. મારી 3૦ વર્ષની કારકિર્દીમાં મેં આટલો પડકારજનક સમય ક્યારેય જોયો નથી.