મોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

0
86
જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે
જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે

દેશનો જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે. ફુગાવાની આ સ્થિતિ દેશની ઈકોનોમી માટે ચિંતાજનક છે. જો કે, હાઈપર ઈન્ફ્લેશન પર કોઈ જોખમ જોવા મળ્યુ નથી. પરંતુ જો રિટેલ ફુગાવો જથ્થાબંધ મોંઘવારીની સમકક્ષ વૃદ્ધિ કરશે તો તે ચિંતાનો વિષય બનશે.જેમાં સરકારે સાવચેતી કેળવવાની જરૂર છે. વર્લ્ડ બેન્કના પૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બાસુએ જણાવ્યુ હતુ કે, ભારતમાં ફુગાવાની સ્થિતિ જોખમકારક બની છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવો રિટેલ ફુગાવા સાથે સંકળાયેલો છે. જેનો વધતો દર દેશ માટે જોખમી બનશે.2009થી 2012 સુધી ભારતની કેન્દ્ર સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે જણાવ્યુ હતુ કે, સરકારે હાલ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીને એકબીજા સાથે જોડવાની જરૂર છે. તેમજ આરબીઆઈ અને નાણા મંત્રાલયે પોલિસીમાં અનેકવિધ સુધારા કરવા જોઈએ.જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઈસિસ સર્જાવવાની ભીતિ છે. જેની સૌથી વધુ અસર ગરીબો પર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07 ટકા જ્યારે રિટેલ ફુગાવો 6.26 ટકા નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ આરબીઆઈના લક્ષિત સ્તર કરતાં નીચો છે.કેન્દ્ર સરકારના પૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે બાસુના નિવેદન સાથે સહમતિ દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ફુગાવાના વધતા દરને લીધે તેઓ ચિંતિંત છે. આગામી એક-બે વર્ષમાં ફુગાવાનો દર વૈશ્વિક સ્તરે વધવાની શક્યતા છે. ભારતમાં પણ સ્રોતો ખુટ્યા છે. રોજિંદા જીવન વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે.