દરેક ક્ષણે બદલાતી આ જિંદગીમાં આપણે બહુ જ લોકોથી મળીએ છીએ અને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. જો આપણે આપણા મનને ખુલ્લું છોડી અને દરેક બીજા માણસ ના વચનો અને કાર્યો પર ટીકા ટિપ્પણી કરવા દઈએ તો આપણે તે ટેપ રેકોર્ડર જેવા બનીશું કે જે દરેક ઘટનાને વારંવાર સંભળાવે છે. આપણો દરેક શ્વાસ કીમતી છે જો આપણે તેને ફક્ત બીજાની આલોચના કરવામાં વ્યતીત કરી દઈશું તો આ જિંદગી બરબાદ થઈ જશે. અને પછી કોણ જાણે કે આવતી જિંદગીમાં આપણે શું બનીશું? પ્રભુએ આપણને દરેક બીજા મનુષ્યની આલોચના કરવાની નોકરી નથી આપી. આપણે તો આપણી પોતાની આલોચના કરવી જોઈએ.
આપણે આપણા બધા ખરાબ વિચારો, વચન અને કાર્ય નો ત્યાગ કરીને પોતાની અંદર સદગુણો ધારણ કરીએ. આપણે આપણી બીજાની ભૂલો અને ખામીઓ તરફ સહાનુભૂતિથી દેખાવું જોઈએ જેવી રીતે કે જ્યારે એક શિશુ અથવા નાનું બાળક ભૂલ કરે છે તો આપણે તેની નિંદા કરતા નથી.
જો આપણે આપણી રોજબરોજની જિંદગીમાં બીજા પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ ને અપનાવી શકીએ તો આપણે જોઇશું કે પ્રભુ આપણાથી ખુશ છે અને વધારે થી વધારે પોતાની દયા વરસાવે છે. પછી આપણે આપણી ચારો તરફ ના લોકો માટે શાંતિ અને પ્રેમનો સ્ત્રોત બની જઈશું. જેનાથી આપણી ઉન્નતી ઝડપી થશે અને આપણામાં બીજા બધા સદગુણો પણ આવતા જશે.
જો આપણામાંથી દરેક મનુષ્ય આ મહાન લક્ષ્યને મેળવી શકે તો આપણે આ ધરતી સુવર્ણ યુગમાં પહોંચી જશે જેમાં કોઈ યુદ્ધ અને લડાઈ થશે નહીં. આપણે એવા સંસાર મેળવી શકીશું જેમાં દરેક મુશ્કેલી અને ઝઘડા નું સમાધાન શાંતિપૂર્ણ થશે.