છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ચાલુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે કોલસાની માગ સતત વધી છે. ઓઈલ એન્ડ ગેસ સપ્લાયમાં અડચણો તેમજ કોવિડ-19 બાદ આર્થિક પ્રવૃત્તિઓ પુન: શરૂ થતાં વીજ માગ વધતાં કોલસાની માગ વધી છે. પરિણામે કોલસા આધારિત પાવર પ્લાન્ટ કે જે જર્મની અને ઇટાલીમાં બંધ હતા તે હવે ફરી ચાલુ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
અમેરિકામાં કોલસાનો વપરાશ એક દાયકાની ટોચે પહોંચ્યો છે, જ્યારે ચીન બંધ કોલસાની ખાણો શરૂ કરી રહ્યું છે. જો કે, કોલસાની સપ્લાય ચેન આવી અચાનક ઉભી થયેલી માંગ માટે તૈયાર નથી, જેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
ઈન્ડોનેશિયાએ ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં ઘરેલુ વપરાશ વધારવાના કારણે કોલસાની નિકાસ અટકાવવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા ખનનકર્તા ભારતના કોલ ઈન્ડિયા લિ.એ પણ પાવર પ્લાન્ટે વીજ આપવા માટે ઈન્ડસ્ટ્રીએ સપ્લાય સીમિત કર્યો છે. વિશ્વના સૌથી મોટા ઉર્જા સંકટના કારણે કોલસાનું ખનન વધારવામાં આવી રહ્યુ છે.
યુરોપ અને અમેરિકામાં કોલસાના ભાવ એક દાયકાની ટોચે પહોંચ્યા છે. કોલસો મોંઘો થતો ચાલુ ત્રિમાસિકમાં મર્ચન્ટ પાવર ટેરિફ યુનિટદીઠ રૂ. 6થી વધશે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.