Friday, September 18, 2026
HomeEntertainmentફિલ્મ 'જીજા સાલા જીજા'માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી આવકારી જ છે અને સૌથી સંવેદનશીલ છતાંય મજાકીયા સાળા બનેવીના સંબંધોને ધમાલ કોમેડી લઈને આવી રહી છે ફિલ્મ ‘જીજા સાલા જીજા’. આ ફિલ્મ ગુજરાતભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તુષાર સાધુ, રાગી જાની, કુશલ મિસ્ત્રી, જય પંડયા, અતુલ પ્રજાપતિ, ક્રિના પાઠક અને ખુશ્બુ ત્રિવેદી જોવા મળશે.ફિલ્મ ‘જીજા સાલા જીજા’ના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા છે. જેમણે આ અગાઉ ‘કેમ છો ?’, ‘વર પધરાવો સાવધાન’,’રતનપુર’ અને ‘ફ્રેન્ડો’ જેવી ફિલ્મો આપી છે. આ ફિલ્મનું ટ્રેઇલર રજૂ થતા સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે. દર્શકોને સાળા, તેના બનેવી, અને બનેવીના બનેવીના ના ત્રિકોણની સિચ્યુએશન કોમેડી પસંદ આવશે. આ સાથે આ ફિલ્મનું રાકેશ બારોટના કંઠે ગવાયેલું ગીત ‘હોકલીયો’ ચારેકોર છવાઈ ગયું છે. હાલ સોશિયલ મીડિયા ઉપર સૌથી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તેના ઉપર અનેક રીલ્સ બની રહી છે. ફિલ્મનું મ્યુઝીક પ્રીતમ શુક્લ અને પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. જીજા સાલા જીજા ફિલ્મના નિર્માત કૃપા સોની તથા સંજય સોની છે અને બેનર વ્રજ ફિલ્મસ, ઝીલ પ્રોડક્શન અને માસુમ ફિલ્મ્સ છે. આ સાથે રૂપમ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ ફિલ્મ નેશનવાઈઝ રિલીઝ થવાની છે. અત્યારે એ વાત ખાસ જૂરરી બને છે કે વ્રજ ફિલ્મસની થોડા સમય પહેલા આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘હાહાકાર’ ગુજરાતીઓનું મનોરંજન કરી ચૂક્યું છે. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો બન્ની (કુશલ મિસ્ત્રી) એ રાજ (તુષાર સાધુ) નો સાળો છે અને તુષાર સાધુ એ પ્રો.ઝૂરમીટિયા (રાગી જાની) નો સાળો છે, આ ત્રણેય વચ્ચે ખુબ બને છે, ત્રણેય જીજા-સાલા કરતા દોસ્તારો વધારે છે પણ અચાનક એક દિવસ ત્રણેયએ ભાગમાં શેરમાર્કેટમાં રોકેલા રૂપિયાનો મોટો લોસ આવે છે અને આ ત્રણેયની હસતી ખેલતી લાઈફ અવનવા કાંડ સર્જે છે. એકમાંથી બીજી અને બીજાંથી ત્રીજી સિચ્યુએશનમાં એવા ભરાય છે કે એમાંથી નીકળવા જીવલેણ સાહસો કરવા પડે છે. પણ આ બધું દર્શકોને પેટ પકડીને હસાવશે અને ફિલ્મનું ટ્રેઇલર જોતા આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક છે આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકો એટલી સરળ અને નિર્દોષ કોમેડી દેખાઈ આવે છે. આમ, ગુજરાતી દર્શકો કોમેડી વધારે પસંદ કરે છે તો જીજા સાલ જીજા એમના માટે શ્રેષ્ઠ ફિલ્મ બની જશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here