સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો હતો. જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે લાલપુરની ઢાંઢર નદીમાં પણ પૂર આવ્યું છે. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. સંખેડાની એના નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાઈ ગ આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.