ભારતના દિલમાં જ્યાં દરેક સીપ એક વાર્તા કહે છે, જૂની પેઢીની ચર્ચા ત્યાં વધુ મજબૂત બને છે, જ્યાં પીણાં સારા મળતા હોય છે? ચા કે કોફી? મોટાભાગના ભારતીયો માટે ચા એ એક પીણું નથી, પણ તે એક લાગણી છે અને તેને કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે પી શકે છે. આવી જ એક ચાની ઉત્સાહિત છે, ઝી ટીવીની ભાગ્ય લક્ષ્મીની અભિનેત્રી માઈરા મિશ્રા, જે શોમાં મલિષ્કાનું નકારાત્મક પાત્ર કરી રહી છે. જ્યારે મલિષ્કા હંમેશા તેના પતિ રિષી (રોહિત સુચાંતિ) માટે સારી થવા પ્રયત્ન કરી રહી છે, જ્યારે તે તેની ભૂતપૂર્વ પત્નિ લક્ષ્મી (ઐશ્વર્યા ખરે)ને પ્રેમ કરે છે, ત્યારે માઈરા એ તેમના માટે સાંજની શ્રેષ્ઠ ચા બનાવીને તેના સહ-કલાકારોના દિલ જીતી લીધા છે. શોટ્સની વચ્ચે કલાકારો તેમના ચહિતા પીણા પીને તેમની ઉર્જા જાળવે છે. એકદમ ગરમીમાં પણ તેમને એક કપ ‘ચા’ પીતા કોઈ અટકાવી શકતા નથી. સેટ પર સ્ટોપ દાદાને એક બ્રેક આપીને, મીરાએ તાજેતરમાં જ નક્કી કર્યું કે, તે તેની ઓન-સ્ક્રીન પરિવારને તેની ખાસ કડક મસાલા ચા બનાવવીને ટ્રીટ આપશે. તેને સેટ પરની રસોઈનો હવાલો લીધો અને સાંજના બ્રેક ટાઈમ દરમિયાન બધા માટે જોરદાર આદુ અને ફૂદિનાથી ભરપૂર ચા બનાવી.
માઇરા કહે છે, “હું માનું છું કે, એવું કંઈ જ નથી જે એક કપ ચાથી ઉકેલાઈ ન શકે. ચા એ ફક્ત એક પીણું છે એટલું જ નહીં, પણ તે એક લાગણી છે. હું મારા દિવસની શરૂઆત પણ એક કપ ચાથી કરું છું. ત્યારે મારી ખાસ રેસીપી પણ છે, જેમાં હું પાણીમાં ચા પત્તી, ખાંડ કે દૂધને ઉમેરતા પહેલા કેટલાક ફૂદિનાના પાન, આદુ અને એલચી પણ ઉમેરું છું, તેનાથી સ્વાદમાં સુધારો થાય છે અને જો તમને શરદી, માથાનો દુ:ખાવો કે થકાવટ હોય તો, તેમાં પણ મદદ કરે છે. એક દિવસ મેં સમગ્ર ભાગ્ય લક્ષ્મી પરિવાર માટે પણ આ બનાવવાનું નક્કી કર્યું અને તેમને ખૂબ જ ભાવી. અમે કેટલાક પડોકા પણ મંગાવ્યા કેમકે આ એક પર્ફેક્ટ સંયોજન છે.”
માઈરા તેના સહ-કલાકારોના દિલ કઈ રીતે જીતવા તે સારી રીતે જાણે છે!
ત્યારે શોના આગામી એપિસોડમાં દર્શકો જોશે કે, કઈ રીતે રિષી ડીએનએ ટેસ્ટ દ્વારા એ જાણવા પ્રયાસ કરી રહ્યો છે કે, શું તે પાર્વતિ (ત્રિશા સારદા)ના પિતા છે કે, નહીં, પણ લક્ષ્મી તેનાથી હકિકત છૂપવી રહી છે. શું રિષી ક્યારેય પાર્વતિ સાથેના તેના સાચા સંબંધ વિશે જાણી શકશે? જાણવા માટે જોતા રહો, ભાગ્ય લક્ષ્મી, દરરોજ સોમવારથી રવિવાર રાત્રે 8.30 વાગે ફ્કત ઝી ટીવી પર!