મોર્નિંગ વોક પર નીકળેલી મહિલા પર કૂતરાનું ટોળું તુટી પડ્યું હતું. થોડીવાર પછી એક બાઇક સવાર ત્યાં આવે છે અને મહિલા તેની પાસે પહોંચી જાય છે. બાદમાં એક માણસ દોડતો આવે છે અને તે કૂતરાના ટોળાને ભગાડે છે. હૈદરાબાદના મણિકોંડા ખાતે ચિત્રાપુરી હિલ્સમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલાને 15થી વધુ કૂતરાઓએ ઘેરી લીધી હતી. આ દરમિયાન મહિલા લગભગ થોડીવાર સુધી કૂતરાઓના હુમલા સામે પોતાને બચાવતી રહી. કોલોનીમાં લાગેલા સીસીટીવીમાં તેનો વીડિયો રેકોર્ડ થયો હતો. ઘટના બાદ મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું કે મારી પત્ની નસીબદાર છે, જો તેની જગ્યાએ કોઈ બાળક કે વૃદ્ધ હોત તો તે બચ્યા ન હોત. વીડિયોમાં મહિલા પહેલા તો કૂતરાઓનો ભગાડતી જોવા મળે છે અને પછી ઠોકર ખાઈને પડી જાય છે. આ પછી તે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે. જો કે, આ કુતરાઓ મહિલાને પાછળ દોડી રહ્યા હોય છે.
પીડિત મહિલા ના પતિ એ કહ્યું: આપડે કોલોની બહાર તે કુતરોને ખાવડાવવુ જોયીએ,
તેમણે કહ્યું- મારી પત્ની નસીબદાર હતી કે તે બચી ગઈ. જો તેની જગ્યાએ કોઈ નાનું બાળક અથવા વૃદ્ધ હોત તે આ રખડતા કૂતરાઓના હુમલામાં બચી શક્યા ન હોત. મહિલાના પતિએ તેની કોલોનીમાં રખડતા કૂતરાઓના જોખમને સોશિયલ મીડિયા પર પ્રકાશિત કર્યો હતો. તેમણે ત્યાં રહેતા લોકોને અપીલ કરી અને લોકોને કોલોનીમાં રખડતા કૂતરાઓને ન ખવડાવવા જણાવ્યું હતું. કૂતરાઓને કોલોનીની બહાર ખવડાવો, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને.