અમદાવાદ : અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃતની 201મી જયંતીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માગશર સુદ ચોથના દિવસે વચનામૃતની 201મી જયંતી હોવાથી સવારે વચનામૃત ગ્રંથની 3 ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન,અર્ચન,અભિષેક અને આરતી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાને માનવીના જીવનમાં આવતી નાનામાં નાની સમસ્યાથી લઈને મોટામાં મોટા પ્રશ્નોના ઉકેલ માટેનું જો કોઈ પ્રેકિટક્લ મેન્યુઅલ આપ્યું હોય તો એ વચનામૃત ગ્રંથ છે. આ વચનામૃત ગ્રંથની વિશિષ્ટતા એ છે કે, તેમાંથી આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે શીખવા મળે છે. આ ગ્રંથ વાંચવાથી આપણને ખબર પડે છે કે, આપણે ક્યાં છીએ? આપણે કયાં જવાનું છે ? અને તે મંજિલે પહોંચવા માટે મારે શું – શું કરવું જોઈએ અને તે કેવી રીતે કરવું જોઈએ ? ઘણાને મનમાં પ્રશ્ન થાય કે, આ વચનામૃત ગ્રંથ ની રચના શા માટે કરવામાં આવી? તો અનાદિ કાળ થી અનેક જીવો શાશ્વત સુખને પામવાને અથાગ પ્રયત્ન કરે છે.પરંતુ તેને જીવનભર મહેનત કરવાં છંતા હાથમાં આવે છે માત્ર દુઃખો, પ્રશ્નો, ક્લેશો, ઉદ્વેગો, હતાશા, નિરાશા, અશાંતિ અને અસંતોષ.અને મૃત્યુ બાદ ફરી એજ જન્મ – મરણ ને લખચોરાશીનું ચકકર માણસને આજ કેમ પ્રાપ્ત થાય છે? તો તેની પાછળનું કારણ એ છે કે, માણસને તેના પોતાના જે અંતરશત્રુઓ છે.