નરેન્દ્ર મોદીએ આજે 44મી વખત રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશની જનતા સામે પોતાના વિચાર રજૂ કર્યા
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી આજે 44મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતા સામે પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેમાં તેઓએ ખેલ પર જોર આપ્યું. તેઓએ એમ પણ કહ્યું કે વિકાસ એડવેન્ચરના ખોળે જ જન્મ લે છે. આ ઉપરાંત તેઓએ સમુદ્રથી દુનિયાની સફર કરી આઠ માસમાં પરત ફરેલી મહિલા નેવી ટીમ તારિણીને પણ અભિનંદન આપ્યાં હતા. આ ઉપરાંત વડાપ્રધાન ફિટનેસ ચેલેન્જનો પણ ઉલ્લેખ કર્યો હતો.
– વડાપ્રધાને કહ્યું કે, “ગત મહિને જ્યારે મેં ફિટ ઈન્ડિયાની વાત કરી તો મને ખ્યાલ ન હતો કે આટલો સારો રિસ્પોન્સ મળશે. ફિટ ઈન્ડિયામાં આજ દરેક લોકો જોડાય રહ્યાં છે. અભિનેતા, જવાન, ટીચર, ખેલાડીઓ. મને ખુશી છે કે વિરાટ કોહલીએ મને ચેલેન્જ આપી છે અને મેં પણ તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. આવી ચેલેન્જ આપણને ફિટ રાખશે.”
વિકાસ એડવેન્ચરના ખોળે જ જન્મે છે:– વડાપ્રધાને કહ્યું કે, “જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઈએ તો કોઈન કોઈ એડવેન્ચરના ખોળે જ પ્રગતિ જન્મી છે. વિકાસ એડવેન્ચરના ખોળે જ જન્મ લે છે. કંઈક લીકથી હટીને કરવાનો ઈરાદો, કંઈક અસાધારણ કરવાનો ભાવ, જેનાથી યુગો સુધી કોટિ કોટિ લોકોને પ્રેરણા મળે છે.”
– તેઓએ કહ્યું કે, વર્ષોથી લોકો એવરેસ્ટનું ચડાણ કરે છે અને એવાં અનેક લોકો છે જેઓએ સફળતાપૂર્વક તેને પૂરું પણ કર્યું છે. હું તમામ સાહસી વીરોને ખાસ કરીને દીકરીઓને હ્દયથી અભિનંદન પાઠવું છું.
રમતોને ગુમાવો નહીં, તેનો વિકાસ કરો:– “જે રમત ક્યારેક ક્યારેક બાળકોના જીવનનો ભાગ હતા તે આજે ઘટી રહ્યાં છે. પહેલાં બાળકો કોઈપણ ચિંતા વગર કલાકો સુધી રમતા હતા. પરિવાર પણ તેમાં સામેલ થતો હતો. ગિલ્લી દંડા, લખોટી કે લટ્ટુ, ખો-ખો હોય કે પિટ્ઠુ. આવી રમતો દેશના ખૂણે ખૂણે રમાતી હતી. અમારા દેશની વિવિધતામાં છુપાયેલી એકતા પણ આવી રમતોથી ઓળખાતી હતી. આપણામાંથી કોણ એવું હશે જેને નાનપણમાં ગિલ્લી દંડાની રમત ન રમી હોય. આ ખેલ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ નામે ઓળખાય છે. આંધ્રપ્રદેશમાં અલગ, ઓરિસ્સામાં અલગ. દરેક રમતની એક મૌસમ રહેતી. પતંગ ઉડાવવાનો અલગ સમય. ક્યારેક ચિંતા થાય છે કે આ રમતો ક્યાંક ખોવાય ન જાય. આજે જરૂર છે આ ખેલોને પ્રોત્સાહન આપવાની. તેના વીડિયો અને એનિમેશન પણ બનાવો. યુવાનો જોશે અને રમશે.”
ભારત પર્યાવરણ દિવસનું યજમાન બનશે:– “આવનારી 5 જૂને આપણો દેશ વિશ્વ પર્યાવરણ દિવસને હોસ્ટ કરશે. જલવાયુ સંરક્ષણ પર ભારત બાકીના દેશોને લીડ કરશે. વર્લ્ડ એનવાયરમેન્ટ ડેની વેબસાઈટ પર જાવ અને તેને જુઓ. પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ હોવું, તેની રક્ષા કરવી તે આપણાં સંસ્કાર હોવા જોઈએ. છેલ્લાં કેટલાંક માસથી આપણે જોયું કે આંધી-તોફાન અને ગરમીથી જાનહાની થઈ. આપણે પ્રકૃતિની સાથે સદ્ભાવથી રહેવું પડશે. જોડાયને રહેવું પડશે.”
યોગથી સાહસ જન્મે છે:- “તમે 21 જૂનને બરાબર યાદ રાખો છો. તમે અને હું જ નહીં સમગ્ર વિશ્વ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપે મનાવે છે. આ દિવસે ખબર મળે છે કે યોગ દિવસને મનાવવા ભારે તૈયારીઓ થાય છે. યોગ કરવાથી સાહસ જન્મે છે, જે આપણી રક્ષા કરે છે. માનસિક શાંતિ આપણી સાથી બને છે. હું લોકોને અપીલ કરુ છું કે યોગની આપણી સંસ્કૃતિને આગળ વધારો.”
સીકરની મહેનતુ દીકરીઓને આપી શુભેચ્છા:- “હું એક વાત જોઈ રહ્યો હતો રાજસ્થાનની સીકરની દીકરીઓની. તે એક સમયે માંગવા માટે મજબૂર હતી. પરંતુ આજે તેઓ ગરીબો માટે કપડાં સીવે છે. સીકરની વસ્તીઓમાં આપણી દીકરીઓ આત્મનિર્ભર બની ગઈ છે.”
આશા છે કે ઇદ સદ્ભાવના બંધનને મજબૂત કરશે – “હવે થોડાં દિવસો બાદ લોકો ચાંદની પ્રતિક્ષા કરશે. રમાઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી ઇદનો પર્વ જશ્નની શરૂઆતનું પ્રતીક છે. આશા કરૂ છું કે ઇદનો તહેવાર સદ્ભાવના બંધનને વધુ મજબૂતી આપશે. મને આશા છે કે લોકો ઇદ પુરી ખુશીથી મનાવશે. બાળકોને સારી ઇદી પણ મળશે. તમામને મારા તરફથી શુભેચ્છા.”