વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે બોલ્યા હતા કે, દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. આ પહેલા તેમણે ધોરડોથી વડાપ્રધાન ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના અંજાર-ભચાઉ વચ્ચે બનનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો હતો. કચ્છીમાં ભાષણની શરૂઆત કરીને બાદમાં કચ્છ સાથેના પોતાના સંભારણા યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભૂકંપ સમયે મને ઈશ્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસરાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છેઆજે કચ્છે ન્યુ એજ ટેક્નોલોજી અને ન્યુ એજ ઈકોનોમી એમ બંને દિશામાં બહુ મોટા પગલાં ભર્યા છે. જેવડો મોટો સિંગાપુર દેશ છે, બહેરિન દેશ છે એટલા વિસ્તારમાં કચ્છનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક થવાનો છે. આજે કચ્છની શાન ખૂબ જ ઝડપથી વધી રહી છે, આજે કચ્છ દેશના ઝડપથી વિકસિત થતાં ક્ષેત્રમાંથી એક અગત્યનું ક્ષેત્ર બની ગયું છે આજે કચ્છમાં પણ નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, આપણી પાસે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિએન્યુએબલ પાર્ક છે.એક સમયે કહેવામાં આવતું કે કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી. પડકારના એક પ્રકારમાંથી એ બીજાનું નામ હતું. પરંતુ આજે સ્થિતિ એવી નથી. લોકો લાગવગ કરે છે કેટલોક સમય કચ્છમાં કામ કરવા માટે.
ભૂકંપે ભલે કચ્છના લોકોના ઘરો પાડી દીધા હોય પંરતુ આટલો મોટો ભૂકંપ પણ અહીંના લોકોના મનોબળને તોડી શક્યો ન હતો. કચ્છના લોકો ફરી ઊભા થયા આજ જુઓ આ ક્ષેત્રમાં તેમણે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે. કચ્છે આખા દેશને બતાવ્યું છે કે પોતાના સંશાધનો પર પોતાના સામર્થ્ય પર વિશ્વાસ કરતવાથી કેવી રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય છે.
આ પ્રોજેક્ટ ખેડૂતો અને ઉદ્યોગ એમ બંનેને ફાયદો કરાવશે અને પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થશે. રિન્યુએબલ એનર્જી પાર્કમાં જે વીજળી ઉત્પન્ન થશે તેનાથી પ્રતિ વર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશન રોકવામાં મદદ કરશે.
એક સમયે ગુજરાતમાં લોકોની પહેલા એવી માગણી હોતી કે ખાતા સમયે તો વીજળી મળી જાય તો સારુ. આજે ગુજરાત દેશના એ રાજ્યમાંનું એક છે જ્યાં શહેર હોય કે ગામડું આજે 24 કલાક વીજળી અપાય છે. આ પરિવર્તન ગુજરાતના લોકોના અથાક પ્રયત્નથી સંભવ થયું છે.
છેલ્લા 6 વર્ષમાં ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતો દેશ છે. આપણી સોલર અનર્જી કેપેસિટી 16 ગણી વધી છે.
આજે દિલ્હીની આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાની મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમને ડરાવવામાં આવી રહ્યા છે કે નવો કૃષિ સુધારા બાદ ખેડૂતોની જમીન પર બીજા કબજો કરી લેશે. ખેડૂતોના હિતમાં પહેલા દિવસથી અમારી સરકારની અગત્યની પ્રાથમિકતાઓ પૈકીની એક રહી છે. ખેતી પર ખેડૂતોનો ખર્ચ ઓછો થાય અને તેમને નવાનવા વિકલ્પ મળે તેમની આવક વદે, ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય તેના માટે અમે સતત કામ કર્યા છે.
પાણી પર ગુજરાતમાં જે કામ થઈ રહ્યું છે તે આજે દેશ માટે દિશાસૂચક બન્યું છે. માત્ર સવા વર્ષમાં જ જલ જીવન મિશન અંતર્ગત 3 કરોડ પરિવારને પાણીના કનેક્શન અપાયા છે. ગુજરાતમાં 80 ટકા ઘરમાં પાઈપલાઈનથી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. મને વિશ્વાસ છે કે સમુદ્રના કિનારે વસેલા અન્ય રાજ્યોને પણ માંડવીનો આ પ્લાન્ટ નવી પ્રેરણા પૂરી પાડશે.