Sunday, January 12, 2025
HomeUncategorizedભારતીય બજારમાં સોનાના ભાવમાં 520 ઘટ્યા અને ચાંદી 325 ઘટી

ભારતીય બજારમાં સોનાના ભાવમાં 520 ઘટ્યા અને ચાંદી 325 ઘટી

Date:

spot_img

Related stories

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...
spot_img

એક તબક્કે સતત ઘટી રહેલા યીલ્ડના કારણે વ્યાજદર ઘટશે એવી આશા હતી, પણ અમેરિકા અને ચીને ટ્રેડ-વૉર મામલે ૪ સપ્ટેમ્બરે મંત્રણા શરૂ કરવાની જાહેરાત કરતાં યીલ્ડ વધવા શરૂ થયા છે અને બૉન્ડના ભાવ ઘટી રહ્યા છે. બજારમાં મંદી સૂચવતાં પરિબળ અચાનક જ ગાયબ થઈ જતાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠક અને આવતા સપ્તાહે અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકમાં ધિરાણ નીતિની સમીક્ષા થશે અને વ્યાજદરનો નિર્ણય લેવાશે એવી આશા છે. ગયા સપ્તાહના મોટા ઘટાડા પછી સોનું ૧૪૯૬ અને ૧૫૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ અથડાઈ રહ્યું છે, પણ બજારમાં વ્યાપક તેજી કરનારાં પરિબળ ગાયબ હોવાથી નરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હાજર બજારમાં ૩૧ ડિસેમ્બરે સોનાનો ભાવ ૧૨૭૯ ડૉલર હતો જે ૪ સપ્ટેમ્બરે ૧૫૪૬.૧૦ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. આ ૨૧ ટકાની વૃદ્ધિ પછી હવે ભાવ ઘટવાના શરૂ થયા છે. મંગળવારે સોનાનોભાવ ૧૪૮૭.૪૦ ડૉલરની સપાટી ઉપર બંધ આવ્યો હતો જે આજે હાજરમાં ૧૪૮૮.૫૦ ડૉલર પ્રતિ ઔંસ છે.

ન્યુ યૉર્ક ખાતે કૉમેક્સમાં ડિસેમ્બર ગોલ્ડ વાયદો ૧૪૯૯.૬ ડૉલરની સપાટીએ મંગળવારે બંધ આવ્યો હતો જે ગઈ કાલે વધી ૧૫૦૨.૮૦ થઈ ૧૪૯૬.૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. સોનાની પાછળ ચાંદીના ભાવ પણ ઊછળવા શરૂ થયા હતા, પણ મુખ્ય ધાતુની જેમ હવે એમાં ઘટાડો આવ્યો છે. આગલા બંધ ૧૮.૧૮૬ ડૉલર સામે અત્યારે ચાંદી વાયદો ૦.૭૩ ટકા ઘટી ૧૮.૦૪૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

વિદેશી બજારના પગલે ભારતમાં પણ હાજર અને વાયદામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈ ખાતે હાજરમાં ૯૯૯ ટચ સોનું આજે ૫૨૦ રૂપિયાના તીવ્ર ઘટાડા સાથે ૩૯,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે ૫૩૫ ઘટી ૩૯,૧૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. ચાંદીમાં મુંબઈ ખાતે હાજરમાં ભાવ ૩૩૦ ઘટી ૪૮,૪૬૦ રૂપિયા પ્રતિ કિલો અને અમદાવાદ ખાતે ૩૨૫ ઘટી ૪૮,૫૮૫ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા છે. વાયદાઓમાં એમસીએક્સ ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૨૦૭ ખૂલી ઉપરમાં ૩૮,૨૫૯ અને નીચામાં ૩૮,૦૮૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૨ ઘટીને ૩૮,૧૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૪ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૬૯૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૩૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૬૧ ઘટીને બંધમાં ૩૮,૦૮૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭,૭૫૧ ખૂલી ઉપરમાં ૪૮,૦૦૦ અને નીચામાં ૪૭,૫૬૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬ ઘટીને ૪૭,૭૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૮૮ ઘટીને ૪૭,૭૩૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૮૨ ઘટીને ૪૭,૭૩૮ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર મજબૂત

વૈશ્વિક ચલણ બજારમાં ડૉલર વધી રહ્યો છે. ડૉલરનું મૂલ્ય વધે તો અન્ય ચલણમાં સોનું ખરીદવું મોંઘું બને છે અને એના કારણે ભાવ ઉપર અસર જોવા મળે છે. આજે ડૉલર સામે યુરો ૦.૪૩ ટકા અને પાઉન્ડ ૦.૧૭ટકા વધ્યો છે. યેન સામે ડૉલર ૦.૧૯ ટકા વધ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ૦.૩૬ ટકા વધી ૯૮.૬૫૭ની સપાટીએ છે.

પાંચમા દિવસે પણ રૂપિયો મજબૂત

ડૉલર સામે ગયા મંગળવારે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ની સૌથી નીચી સપાટી ૭૨.૪૦ પર પટકાયા પછી ડૉલર સામે રૂપિયો સતત પાંચ દિવસથી વધીને બંધ આવી રહ્યો છે. સ્થાનિક શૅરબજારમાં મક્કમ શરૂઆત અને યુઆન સહિત એશિયામાં અન્ય ચલણો સામે ડૉલર નબળો પડતાં એની અસર ભારતીય રૂપિયા ઉપર પણ જોવા મળી હતી. સોમવારે ૭૧.૭૧ બંધ આવેલો રૂપિયો આજે દિવસ દરમ્યાન ૭૧.૬૦ અને ૭૧.૮૪ વચ્ચે અથડાયા બાદ પાંચ પૈસા વધી ૭૧.૬૬ની સપાટીએ બંધ આવ્યો હતો.

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here