Saturday, September 21, 2024
Homenationalમુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો ફરીવાર જળબંબાકાર

મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો ફરીવાર જળબંબાકાર

Date:

spot_img

Related stories

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...
spot_img

વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન સેવાને અસર : દુર્ઘટનાના બનાવો : જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઇ

મુંબઇ,તા. ૨૪
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત ફરી એકવાર કફોડી બની ગઇ છે. મુંબઈમાં અવિરત વરસાદનો દોર જારી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થતી સર્જાઇ ગઇ છે. મંગળવારના દિવસે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે વરસાદ જારી રહ્યો હતો. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની Âસ્થતી રહી હતી. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આગામી બે દિવસ દરમિયાન ભાર વરસાદ પડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ અકસ્માતો પણ થયા છે. અંધેરીમાં આજે સવારમાં વિજિબિલિટી ઘટી જવાના કારણે કેટલાક વાહનો ટકરાઇ ગયા હતા. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા. મંગળવારથી જારી વરસાદના કારણે હિન્દ માતા વિસ્તારમાં જળબંબાકારની Âસ્થતી રહી હતી. અહીં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. આજે જારદાર વરસાદ જારી રહ્યો હતો. સાયન વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મુંબઇમાં ભારે વરસાદ જારી રહેશે જેથી લોકોને હાલ પુરતી કોઇ રાહત મળનાર નથી. મુંબઇની તુલનામાં મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં હળવો વરસાદ થયો છે. મુંબઇમાં આઠમી જુલાઇની રાત્રે સુધી જુલાઇના સરેરાશ વરસાદ પૈકી ૫૨ ટકા હિસ્સામાં વરસાદ થઇ ગયો છે. જુલાઇમાં સરેરાશ ૮૪૦ મીમી વરસાદ થાય છે. જ્યારે આઠમી જુલાઇ સુધીમાં ૭૦૮ મીમીથી વધારે વરસાદ થઇ ચુક્યો છે. જુન મહિનાની વાત કરવામાં આવે તો ૨૨૭૨ મીમી વરસાદની તુલનામાં ૧૩૧૫ મીમી વરસાદ એટલે કે ૫૭ ટકા વરસાદ થયો છે.મુંબઇમાં વાર્ષિક સરેરાશ ૨૫૧૫ મીમી વરસાદ થાય છે. જે કુલ વરસાદનો ૫૨ ટકા હિસ્સો છે. વરસાદ સંબંધિત જુદી જુદી ઘટનાઓમાં આઠ લોકો ઘાયલ થયા છે. હિંદમાતા વિસ્તારમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. સાયન રોડ ઉપર પણ ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વિજિબીલીટી ઘટી ગઈ છે જેના લીધે આજે સવારે અનેક વાહનો ટકરાયા હતા. મુંબઈ શહેરમાં વાર્ષિક સરેરાશ ૨૫૧૫ મીમી વરસાદ થાય છે જે પૈકી આ વખતે હજુ સુધી ૫૨ ટકા વરસાદ થઇ ચુક્યો છે. આ વર્ષે થાણેમાં જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ કુલ ૧૩૪૦ મીમી વરસાદ થઇ ચુક્યો છે. ગયા વર્ષે આ અવધિ દરમિયાન ૧૮૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સાબદુ બની ગયું છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં વરસાદ થયો ન હતો પરંતુ હવે જારદાર વરસાદ થઇ રહ્યો છે. આગામી બે દિવસ સુધી પણ લોકોને કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા છે. આજે ઘુંટણ સુધીના પાણી અનેક જગ્યાએ ભરાઈ જતાં ટ્રાફિક જામની સ્થતિ રહી હતી.

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here