ગુજ્જુભાઇ: કઇં જ નહિ. નો નથિંગ.. કોઈ નહીં.. હા, મારા ફાધર પણ એક્ટર હતા. મધુકર રાંદેરિયા. હું નાનો હતો ત્યારે એમના નાટકો જોયા છે મેં. જોકે ત્યારે એટલી સભાનતા નહોતી. એમણે આ ફિલ્ડ છોડી રિટાયર્ડ લાઈફ ગાળવાનું શરુ કર્યું ત્યારબાદ હું ધીરેધીરે આ લાઇનમાં કાર્યરત થતો ગયો. પણ મારું અવલોકન મને હંમેશા કહેતું રહેતું કે એમની જ પેઢીના કલાકારો અને એમની ઍક્ટિંગ વચ્ચે મોટો તફાવત રહેતો. અને એ તફાવત એટલે એમની સાહજિકતા..! એમની સાહજિકતા મારા મગજમાં એટલી બધી ઘર કરી ગઈ કે ન પૂછોને વાત. અને એમના એક વાક્યની તો મારા પર બહુ ઊંડી અસર થઈ છે, કે “યુ લર્ન એક્ટિંગ ધ ડે યુ હેવ લર્ન્ટ હાઉ નોટ ટુ એક્ટગુજ્જુભાઇ: તમે અભિનય ત્યારે શીખો છો જ્યારે અભિનય નથી કરતાં. અથવા તમે જે કરો છો એ અભિનય ન લાગે ત્યારે તમે અભિનય શીખ્યા કહેવાઓ. તો આ બહુ મોટી વાત છે. અને આજની તારીખમાં તો એ જ ટ્રેન્ડ ચાલે છે.
આજકાલ ઓટીટી પ્લેટફોર્મ અને ટીવી પર ડિમાન્ડ કોની છે? ધ રિયલ ફેસ એન્ડ રિયલ પર્ફોર્મન્સની. તમે જેટલું નેચરલ એક્ટ કરશો એટલા જ તમે લોકોને ગમશોક વિ.વિ.: વાહ… અને ભાઈ, વર્ષોથી તમે સિરિયલ્સ કે હિન્દી ફિલ્મોને પ્રાધાન્ય ન આપી વધારે પડતું આપણી રંગભૂમિને જ સમર્પિત રહ્યા, તો એનું શું કારણગુજ્જુભાઇ: એનું કારણ બહુ જ સિંપલ છે ભાઈ. આમ તો હું સ્કૂલમાં હતો ત્યારે જ નાટકોમાં અભિનય કરવાનું શરુ કરી દીધેલું. ત્યારે હું આઇએનટીના બાળનાટકોમાં કામ કરતો, જે ખૂબ જ સફળ રહ્યા. કારણ કે એ પ્રોડકશન જ એવા હતાં. આજે પણ એ બાળનાટકો ભજવાય તો મોટી ઉંમરના પ્રેક્ષકોને ટિકિટ ખરીદીને એ બાળનાટકો જોવા જવાનો કોઈ જ વાંધો ન આવે. બેશક, બ્રોડવેના નાટકોના સ્તરના નહોતા જ બનતા પણ આનંદ લગભગ એ નાટકો માણતા હોઈએ એટલો જ આવતો. ટેકનિક્સ, ગિમિક્સ, મ્યુઝિક, પ્રોડકશન વેલ્યુ વગેરે એટલા ઉચ્ચ કક્ષાના રહેતા કે તમને પણ અભિનય કરવાની મજા પડે. એ વખતે છકો મકો કર્યું. ચાલો બટુકજીના દેશમાં કર્યું જેમાં ટેક્નિકનો ભરપૂર ઉપયોગ થતો. અને એ બધા થકી વ્યવસાયિક રંગભૂમિ પર મારી કારકિર્દીની શરૂઆત કરી.
હવે ત્યારે, એટ્લે કે એ જમાનામાં, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક ગઢ જેવી હતી. તમે પંજાબી કે સિંધી કે નોર્થ ઈંડિયન હો તો જ ફિલ્મોમાં જઈ શકો. મૂળ તો પંજાબી જ. ઊંચા કદાવર અને દેખાવડા હો તો ત્યાં તમારી જરૂર. પછી ભલેને ભાઈ કે વિલનનો રોલ કરતા હોવ. સમજોને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક વાડાબંધી જેવી હતી… બધાને ત્યાં એમ સહેલાઇથી પ્રવેશ ન મળે. જેને કારણે ગુજરાતીભાષી યુવાન પાસે પોતાની અભિનયકળા દર્શાવવા માટે નાટક જ એક માધ્યમ બાકી રહેતું.ગુજ્જુભાઇ: કરેક્ટ. ટીવી પણ ૭૩ની સાલ પછી આવ્યા. આ બાજુ નાટકો કરતાં કરતાં લગભગ ૭૭-૭૮ની સાલમાં મને વિચાર આવ્યો કે મારે હજુ કઇંક કરવું છે. જો કે ત્યાં સુધીમાં રંગભૂમિ પર મને ૭-૮ વર્ષ થઈ ગયેલા. પ્રવીણભાઈ અને સરિતાબેન સાથે કામ કરતાં કરતાં મારી એક અલગ ઓળખ પણ ઊભી થઈ રહી હતી. જેમાં મોટો હાથ આઈએનટીની ટૂરોનો પણ હતો.