સમયની સાથે મશીન પરનો વ્યાપ વધી રહ્યો છે. જેનો પ્રભાવ માનવ કૌશલ સાથે જોડાયેલી નોકરીઓ પર પડી પણ રહ્યો છે. મશીનીકરણની સ્પીડ જોતાં એવું અનુમાન છે કે વર્ષ 2025 સુધીમાં કાર્યસ્થળોમાં અડધાથી વધુ કાર્યો મશીનો દ્વારા કરવામાં આવશે. જો કે એક તરફ નોકરીઓ જશે તો બીજી બાજુ રોજગાર પણ ઊભો થશે. એટલે કે રોબોટ ક્રાંતિના કારણે આગામી પાંચ વર્ષમાં 5.8 કરોડ નવી નોકરીઓનું પણ સર્જન થશે. એક અધ્યનમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.વિશ્વ આર્થિક મંચના એક નવા રિપોર્ટ ‘ધ ફ્યૂચર ઓફ જોબ્સ 2018’ મુજબ સ્વચાલન તથા રોબોટને અપનાવવાથી મનુષ્યોના કામ કરવાની રીતમાં ઘણો જ બદલાવ આવશે. સર્વેક્ષણમાં સામેલ કંપનીઓએ કહ્યું કે હાલ કુલ કાર્યના 71 ટકા કામ મનુષ્ય કરે છે જ્યારે 29 ટકા મશીન. વર્ષ 2022માં મનુષ્યોની ભાગીદારી ઘટીને 58 ટકા પર આવી જશે તથા મશીનો દ્વારા 42 ટકા કાર્ય થવા લાગશે. તો વર્ષ 2025માં મશીન 52 ટકા કામ કરવા લાગશે.કૌશલને વધુ વિકસિત કરવા પડશે
– વિશ્વ આર્થિક મંચે કહ્યું કે નોકરીઓની તકોમાં સકારાત્મક વૃદ્ધિનું અનુમાન છે અને તેનાથી નવી ભૂમિકાઓની ગુણવત્તા, સ્થાન, સ્વરૂપ અને સ્થાયિત્વમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે.
– વિશ્વ આર્થિક મંચના અધ્યયન મુજબ વર્ષ 2025 સુધી રોબોટ હાલના કામકાજના 52 ટકા કાર્યો સંભાળવા લાગશે, જે અત્યારની તુલનાએ બમણું હશે. વિશ્વ આર્થિક મંચે સોમવારે આ રિપોર્ટ જાહેર કર્યો.
– વિશ્વ આર્થિક મંચના અનુમાન મુજબ માનવોએ નવી ભૂમિકામાં તેજીથી વૃદ્ધિ જોઈ શકાય છે. એટલું જ નહીં મશીનો તેમજ કોમ્પ્યુટર કાર્યક્રમોની સાથે આપણે કઈ રીતે કાર્ય કરીએ અને તેની ગતિની સાથે કઈ રીતે સંતુલન જાળવીએ તે માટે માનવે પોતાનું કૌશલ વધુ યોગ્ય