Monday, September 23, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, ,પશુના મોત અને મકાન સહાય...

ગુજરાતમાં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, ,પશુના મોત અને મકાન સહાય માટે 367 કરોડ ચૂકવ્યા

Date:

spot_img

Related stories

પાકિસ્તાનનો નવો ‘રાવલપિંડી એક્સપ્રેસ’; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ...

ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને...

ઝારખંડના રાંચીમાં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના...

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે....

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...
spot_img

ગાંધીનગર : રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ત્યારે આજે રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. તદઅનુસાર, વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘર વખરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે, જોકે 2 થી 3 લોકો સહાય ચૂકવવાનીબાકી છે જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.

પશુના મોત અને મકાન સહાય માટે 367 કરોડ ચૂકવ્યા :
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા. જેના માટે 367 કરોડની સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનડીઆર, એસડીઆર, એરફોર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43 હજર 83 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને 37,050 દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં સરવેની કામગીરી પ્રગતિમાં છે અને પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ ઘરવખરી-કપડા સહાય, કેશડોલ્સ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ ઉપરાંત કાચા પાકા મકાનમાં થયેલા નુકશાન માટે વધુ ચૂકવણીની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

પાકિસ્તાનનો નવો ‘રાવલપિંડી એક્સપ્રેસ’; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ...

ભલે તમે ગળી- મહોલ્લાના ક્રિકેટર હોવ, પરંતુ જો તમને...

ઝારખંડના રાંચીમાં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના...

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે....

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા કુલ આઠ રિંગ રોડ બનાવાશે:...

આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ...

આ ત્રણ અંતરિક્ષ યાત્રી આજે ISSથી પૃથ્વી પર પરત...

જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here