દ્વારકા : ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે. અહીં ભાણવડમાં લગભગ 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આજે સવારથી જ કચ્છના અનેક ભાગોમાં સરેરાશ 3 ઈંચ વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હતું. હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે તેના પછી કચ્છના અબડાસાનો વારો પડી ગયો હતો જ્યાં 11 ઈંચ જેટલો વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ કલ્યાણપુરમાં 10.50 ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઈ ગયું હતું. બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે તે સિવાયના અન્ય વિસ્તારોમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
▶️ રાજ્યના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ યથાવત્, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત
— DD News Gujarati (@DDNewsGujarati) August 29, 2024
▶️ મુખ્યમંત્રી @Bhupendrapbjpએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી #GujaratFlood #RainAlert @CMOGuj pic.twitter.com/FFzKogwLIx