તેમણે કહ્યું કે લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ વધી ગયો છે.
CJI ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું
ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું અદભૂત તાલમેલ ધરાવે છે. આપણું બંધારણ અને તેની મૂળ ભાવનાઓને અનેક દેશોએ તેમના બંધારણનું આધાર બનાવ્યું છે. આ વિચાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)ડી.વાય.ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કરતી વખતે વ્યક્ત કર્યા.
સંમેલનનો વિષય શું હતો?
સંમેલનનો વિષય ‘લૉ ઈન એજ ઓફ ગ્લોબલાઈઝેશન : કન્વર્ઝન્સ ઓફ ઈન્ડિયા એન્ડ ધ વેસ્ટ’ હતો. સીજેઆઇએ સોશિયલ મીડિયા અંગે કહ્યું કે જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયો છે. તમે જે કંઈ કરો છો તેના માટે તમને કોઈ એવી વ્યક્તિ દ્વારા ટ્રોલ કરવાનું જોખમ રહે છે જે તમારાથી સંમત નથી. લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ વધી ગયો છે.
બંધારણ અંગે શું બોલ્યા સીજેઆઇ?
બંધારણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે તેનો મુસદ્દો તૈયાર કરાયો હતો તો બંધારણ નિર્માતાઓને એ ખબર નહોતું કે આપણે કઈ દિશામાં વિકસિત થઈશું. તે સમયે કોઈ પ્રાઈવસી, ઈન્ટરનેટ, એલ્ગોરિધમ અને સોશિયલ મીડિયા ઉપલબ્ધ નહોતું. સીજેઆઈએ કહ્યું કે વૈશ્વિકરણે પોતાના જ અસંતોષને જન્મ આપ્યો છે.
સીજેઆઈએ મંદીનો પણ ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે દુનિયાભરમાં મંદીનો અનુભવ હોવાના અનેક કારણ છે. વૈશ્વિકરણવિરોધી ભાવનામાં ઉછાળો નોંધાયો છે જેની ઉત્પત્તિ ઉદાહરણ રૂપે ૨૦૦૧ના આતંકી હુમલામાં નિહિત છે. ૨૦૦૧ના હુમલાએ દુનિયાને એવા હુમલાના કડવા સત્ય સામે લાવી દીધી જેને ભારત સતત જોતો આવી રહ્યો હતો. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ કોઈ અભિજાત્ય ધારણા નથી અને તટીય રાજ્યોના દેશો માટે એક કઠોર વાસ્તવિકતા છે.