ગામ્બિયામાં બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનેલી કફ સિરપ જવાબદાર, CDCનો ચૌંકાવનારો રિપોર્ટ

0
6

WHOએ કહ્યું હતું કે આ સિરપની ગુણવત્તાના ધોરણોને અનુરુપ નથી

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલા કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચેની કડી જોવા મળે છે. આ તપાસ ભારપૂર્વક સૂચવે છે કે બાળકોમાં કિડની રોગ ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે દૂષિત દવાઓની આયાતને કારણે થયો હતો. ભારતની આ કફ સિરપ પીવાથી 66 બાળકો કથિત રીતે મૃત્યુ પામ્યા હતા. જોકે ગેમ્બિયા સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ મામલે યુ-ટર્ન લેતા કહ્યું હતું કે ભારતીય કફ સિરપને કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

WHO સિરપ દૂષિત જાહેર કરી હતી

WHOએ ઓક્ટોબર 2022માં કહ્યું હતું કે મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ઓફ ઈન્ડિયા દ્વારા ગામ્બિયામાં મોકલવામાં આવતી ચાર કફ સિરપની ગુણવત્તા ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગામ્બિયામાં ઘણા બાળકોના મૃત્યુ સાથે જોડાયેલ છે. બીજી તરફ ગામ્બિયામાં આરોગ્ય નિર્દેશક મુસ્તફા બિટ્ટેએ તમામ બાળકોના મૃત્યુના કારણની પુષ્ટિ કરતા કહ્યું કે આ તમામ બાળકોના મોત કિડનીની ગંભીર સમસ્યાને કારણે થયા છે.

ઓલિગુરિયા અને અનુરિયા સમસ્યાઓ

CDCના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તીવ્ર કિડની બીમારીના મોટાભાગના કેસોમાં દર્દીને ઓલિગુરિયા અથવા એન્યુરિયાની સમસ્યા હોય છે. કિડની મહત્તમ 3 દિવસમાં કામ કરવાનું બંધ કરી દે છે કારણ કે આ સમય દરમિયાન સીરમ ક્રિએટિનાઇન અને લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે.