હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે કાળઝાળ ગરમી પડશે. દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં ગરમી અત્યારથી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ ગરમી ઝડપથી વદી રહી છે. સૌથી ખરાબ હાલત કેરળની છે. કેરળના ઘણાં વિસ્તારમાં હીડ ઇન્ડેક્સ 54 ડિગ્રી સેલ્સિયસ અનુભવાયું છે. જે સૌથી મોટી ચિંતાની વાત છે અને તેને લીધે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. હીટ સ્ટ્રોકને લીધે લોકોને જીવ ગુમાવવાનો પણ ખતરો છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુરુવારે કહેવામાં આવ્યું કે, રાજ્યના ઘણાં વિસ્તારમાં ધુમ્મસ અને 54 ડિગ્રી તાપમાન અનુભવી શકાય છે.
હિટ ઇન્ડેક્સ તે એવો સંકેત હોય છે. જેના દ્વારા તાપમાન કેટલું અનુભવાઈ રહ્યું છે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ઘણીવાર તાપમાન ઓછું થાય છે. પણ તેમાં બફારો અને ગરમી વધુ અનુભવાય છે. જેને હિટ ઇન્ડેક્સમાં દર્શાવવામાં આવે છે. પબ્લિક હેલ્થ વોર્નિંગ માટે મોટાભાગના દેશ હિટ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે. જે મુજબ કેરળના તિરુવંતપુરમ, અલપ્પુઝા, કોટ્ટયમ અને કન્નૂર જિલ્લામાં 54 ડિગ્રી તાપમાન જેવી ગરમી અનુભવાઈ છે. જેને લીધે લોકો બીમાર પણ પડી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, જો વધુ સમય સુધી આ રીતની ગરમી પડી તો લોકોને હિટ સ્ટ્રોકનો સામનો પણ કરવો પડી શકે છે.
કેરળના કાસરગોડ, કોઝિકોડ, મલ્લપ્પુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા અને એર્નાકુલમમાં હિટ ઇન્ડેક્ટ 40થી 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. હવામાનમાં ઝડપથી ફેરફાર થવો ઘાતક હોઈ શકે છે. ત્યાં સુધી કે, વધુ સમય સુધી તડકામાં રહેવાથઈ બીમાર પણ પડી શકાય છે. જોકે, કેરળના ઇડુક્કી અને વાયનાડ જિલ્લામાં સારું વાતાવરણ છે. અહીં હિટ ઇન્ડેક્સ 29 ડિગ્રી સેલ્સિયસ જ નોંધવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કેરળમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ પછી અચાનક વધુ ગરમી પડી હતી.
ગોવામાં સ્કૂલ માટે એડવાઇઝરી જાહેર કરાઈ
આ દરમિયાન ગોવામાં શિક્ષા વિભાગે ગરમીને લીધે સ્કૂલને બપોર પહેલાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અહીં સરકારે લૂની પણ ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, દરેક પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને 9 માર્ચ અને 10 માર્ચે 12 વાગ્યા પહેલાં બપોરે બંધ રાખવામાં આવે.