દર્દીનો અવાજ ડિફેક્ટેડ થઈ ગયો, ઉધરસ, થાક અને કંઈપણ ખાવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો
રિસર્ચર અનુસાર તેનાથી એ સ્પષ્ટ થયું છે કે છોડના ફંગસ સાથે જો નજીકનો સંપર્ક થાય તો છોડ દ્વારા માનવીમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે
કોલકાતામાં એક માઈક્રોલોજિસ્ટ ફૂગને કારણે થતા રોગ (fungal disease)થી પીડિત મળી આવ્યો હતો. આ દુનિયાનો એવો પહેલો કેસ છે જેમાં સામાન્ય રીતે છોડ પર રિસર્ચ કરનાર કોઈ વ્યક્તિને છોડથી જ ચેપ લાગી ગયો હોય. રિસર્ચર અનુસાર તેનાથી એ સ્પષ્ટ થયું છે કે છોડના ફંગસ સાથે જો નજીકનો સંપર્ક થાય તો છોડ દ્વારા માનવીમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે.
સંક્રમિત વ્યક્તિના અવાજને અસર થઈ હતી
આ કેસ સ્ટડી અંગે ડૉક્ટરોનો એક રિપોર્ટ આવ્યો છે જે મેડિકલ માઈક્રોલોજી કેસ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો છે. સંક્રમિત વ્યક્તિ 61 વર્ષનો છે. તેનો અવાજ ડિફેક્ટેડ થઈ ગયો હતો. જેના પછી તેને કોલકાતાની એક હોસ્પિટલે લઇ જવાયો હતો. તેને ત્રણ મહિનાથી ઉધરસ, થાક અને કંઈ પણ આરોગવા કે નીગલવામાં તકલીફ થઈ રહી હતી.
તેને કંઈ પણ વસ્તુ ખાવામાં તકલીફ થઈ રહી હતી
ડૉક્ટરોએ કહ્યું કે દર્દીને ગત ૩ મહિનાથી કંઈ પણ વસ્તુ મોં વાટે પેટમાં ઉતારવામાં અને એનોરેક્સિયાનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ દર્દીને ડાયાબિટીસ, એચઆઈવી ચેપ, કિડની રોગ, કોઈપણ અન્ય રોગ, ઇમ્યુનસુપ્રેસિવ દવાનું સેવન કરવા કે આઘાતનો કોઈ ઈતિહાસ નહોતો. દર્દી એક પ્રોફેશનલ પ્લાન્ટ માઈક્રોલોજિસ્ટ જ છે અને તે સડી જતી સામગ્રી, મશરુમ અને વિવિધ છોડના ફંગસ પર લાંબા સમયથી કામ કરી રહ્યો હતો.
દર્દી હવે સાજો થઈ ગયો છે
ડૉક્ટર અનુસાર પીડિત વ્યક્તિને ગળામાં એક ગાંઠ જેવું થઈ ગયું હતું. તેને કાઢવા માટે એક ઓપરેશન કરાયું હતું. તેના પછી એક્સ-રેમાં કંઈ પણ અસામાન્ય નહોતું પકડાયું અને પછી દર્દીને એન્ટીફંગલ દવાનો કોર્સ અપાયો હતો. રિસર્ચરોએ લખ્યું કે બે વર્ષના ફોલોઅપ બાદ રોગી એકદમ ઠીક થઈ ગયેલ છે અને ફરીવાર તેના સંક્રમિત થયાના કોઈ પુરાવા મળ્યા નથી.