હેં…! ફક્ત 15000 પગારે કામ કરતા બે કર્મીઓએ 67 કરોડ લોકોનો ડેટા ચોર્યો, પોલીસે નોઈડાથી પકડ્યા

0
2

બંનેને સાયબરાબાદ પોલીસે ઝડપી લીધા, અગાઉ ધરપકડ કરાયેલા વિનય ભારદ્વાજે આપી હતી માહિતી

બેન્કોમાં કામચલાઉ ધોરણે કામ કરતા ઓપરેટરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું, પૈસાની લાલચે કર્યું આ કામ

દેશના 67 કરોડ લોકોનો ડેટા લીક થયો છે. આ ડેટા સાયબર ઠગના હાથમાં આવી ગયો છે. જો તમે ઓનલાઈન બેંકિંગ, કેબનો ઉપયોગ, OTT પ્લેટફોર્મ પર ફિલ્મ, ઓનલાઈન બેંકિંગ, Paytm, Zomato નો ઉપયોગ કરો છો તો સાવચેત થઈ જાઓ. આશ્ચર્યની વાત એ છે કે 15 હજારનો પગાર મેળવતા ઓપરેટર સોહેલ અને મદન દ્વારા 67 કરોડ લોકોનો ડેટા લીક કરવામાં આવ્યો છે. આ માહિતી તેલંગાણાની સાયબરાબાદ પોલીસને ડેટા લીક કરવા બદલ ધરપકડ કરાયેલા વ્યક્તિ વિનય ભારદ્વાજ દ્વારા ખબર પડી છે. સોહેલ અને મદન દ્વારા વિનયને ડેટા આપવામાં આવ્યો હતો. સોહેલ અને મદન બેંકમાં ક્રેડિટ કાર્ડ બનાવવા સહિત અન્ય ઘણી કંપનીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરી ચૂક્યા છે. સોહેલ અને મદન પાસેથી ડેટા લઈને વિનયે હરિયાણાના ફરીદાબાદના સરનામે Inspirewebz નામે વેબસાઈટ રજીસ્ટર કરીને ડેટા વેચવાનું કામ કર્યું હતું. ડેટા ખરીદવા માટે છેલ્લા 48 કલાકમાં દર 38 સેકન્ડે Google પર InspireWebz વેબસાઇટ સર્ચ કરવામાં આવી છે. હકીકતમાં, તેલંગાણાની સાયબરાબાદ પોલીસે શનિવારે દિલ્હી-એનસીઆર સહિત દેશના 24 રાજ્યોના 67 કરોડ લોકોના ડેટાની ચોરી કરવાના આરોપી વિનય ભારદ્વાજની ધરપકડ કરી હતી. તેલંગાણા પોલીસે ઉત્તર પ્રદેશ, હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદ પોલીસનો સંપર્ક કર્યો છે અને માહિતી આપી છે કે ધરપકડ કરાયેલા આરોપી વિનય ભારદ્વાજ પાસે ખાનગી કંપનીઓ અને ભારતીય સેના, પરિવહન, GST સહિત અન્ય ઘણા સરકારી વિભાગોનો ડેટા છે.  બેન્કોમાં કામચલાઉ ધોરણે કામ કરતા ઓપરેટરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

સામાન્ય પગારદારોએ કરોડો લોકોના ડેટાને જોખમમાં મૂક્યો 

દરેક કંપની અને વિભાગ ત્રીજા વેન્ડરને ડેટા સુરક્ષિત રાખવાની જવાબદારી આપે છે. 15 હજારનો પગાર મેળવનાર ઓપરેટરે કરોડોનો ડેટા લીક કર્યો. અમુક રૂપિયાની લાલચમાં સાયબર ફ્રોડ કરનારા લોકોને ડેટા વેચવામાં આવી રહ્યો હતો. તપાસમાં ડેટા લીકની 135 કેટેગરીમાં બનેલી યાદી મળી આવી છે. ડોક્ટર, એન્જિનિયર, રિયલ એસ્ટેટ, આર્મી તમામને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આરોપીઓ પાસે NRI લોકોનો ડેટા પણ મળી આવ્યો છે.