ગીર પૂર્વની દલખાણીયા રેન્જની સરસિયા વીડી ખાતે એક બાદ એક 23 સિંહ મોતને ભેટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લગભગ બે અઠવાડીયાથી વધુ સમય થઈ ગયો હોવાછતાં વનવિભાગ પાસે કોઈ નક્કર માહિતી નથી. જેને પગલે અન્ય સ્વસ્થ સિંહોને વાઇરસના નામે બંધી બનાવી ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સિંહોના મોત પાછળ વનવિભાગ અને તેમના મળતીયાઓ જ જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, સરસિયા વીડીમાં પવનચક્કી પાસે નાંખવામાં આવેલા 14 રોગિષ્ટ બકરાં, 2 ગાય અને હડકવામાં મૃત્યું પામેલી 1 ભેંસ સહિતના પશુઓના મૃતદેહ ખાવાને કારણે સિંહો ગંભીર વાઇરસનો શિકાર થતા મોતને ભેટ્યા હોવાની સંભાવના છે.
વનવિભાગના અધિકારીઓ દબાવવા માગે છે મામલો
આ ઘટના પર વનવિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભલે ઢાંક પિછોડો કરે પણ તેમની સામે કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે અને તે આ ઘટનામાં જવાબદાર વનવિભાગને ખુલ્લું પાડવા માંગે છે. જો કે આ પ્રકારના અધિકારીઓને સમજી વિચારીને જ દૂર રાખવામાં આવી રહ્યા છે.
મૃત પશુઓને ખાવાથી સિંહોમાં વાઇરસ પ્રવેશ્યોઃ વન અધિકારી
આ અંગે એક વન અધિકારી દ્વારા નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે 7 સિંહના મોત ઇનફાઈટમાં બતાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય 16 સિંહ વાઇરસના કારણે મોતને ભેટ્યા છે. વાઇરસને કારણે મૃત્યું પામેલા સિંહોમાં સરસિયા વીડીમાં નાંખવામાં આવેલા મૃત પશુઓને ખાવાથી વાઇરસ પ્રવેશ્યો હતો. વનવિભાગને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો સિંહો આ વાઇરસનો શિકાર થઈ ચૂક્યા હતા. જો કે કેટલા સિંહોએ આ માંસ ખાધું તે નક્કી કરવું મુશ્કેલ છે.
આગળ જાણો દિલ્હીની ટીમ આવી ત્યારે મૃતપશુઓના હાડકા હટાવી લેવાયા અને કેવી રીતે વાઇરસ ફેલાયો તે અંગેની વિગતોહાલ જંગલમાંથી 30 જેટલા સિંહને પકડીને જસાધાર એનિમલ કેર ખાતે રાખવામાં આવ્યા છે અને આ ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે,આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા. કોઈને પણ જાણ ન થાય તે માટે આ કામગીરી આંતરરાજ્યના મજૂરો પાસે કરાવવામાં આવી હતી.એક વાત તો સત્ય હકીકત છે કે, આ સિંહોના મોત પાછળ ક્યાંકને ક્યાંક વનવિભાગ જવાબદાર છે. આ ઘટનાની જ્યાં સુધી સીબીઆઈ કે સીઆઇડી તપાસ નહીં થાય ત્યાં સુધી હકકિત બહાર આવી શકશે નહીં.વનવિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 28 દિવસ પહેલા સરસિયા વીડીમાં આવેલી પવનચક્કી પાસે વીરપુર ગામના 14 મૃત રોગિષ્ટ બકરાં, ગોવિંદપુરની 2 રોગિષ્ટ ગાય અને કોઈ ગામની 1 હડકાયી ભેંસને અહીં નાંખવામાં આવ્યા હતા.એક વાત સાચી છે કે કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ આ વાઇરસ ફેલાઇ છે, પરંતુ સનલાઈટમાં જો કૂતરા કે અન્ય પશુ પ્રાણી દ્વારા ખાવામાં આવેલા માસમાં તે પ્રાણીની લાળના બેક્ટેરિયા ગણતરીની સેકન્ડ્સમાં જ ગાયબ પણ થઈ જાય છે. જો કોઈ હડકાયા કૂતરાએ પશુનું મારણ ખાધું હોય અને તેણે ખાધેલું મારણ સિંહ કે વન્ય પ્રાણી ખાય તો આ વાઇરસ સીધો તેના શરીરમાં પ્રવેશી જાય છે.